________________ યાત્રા 3 , ( 127 ) જુઓ કે, કઈ પણ ઈમારત કે મંદિર બાંધવું હોય અથવા પુલ બાંધે હોય તે તે કામના અનુભવી ઈજીનીયરે તેના નકશા બનાવે છે અને તે ઉપરથી તે ઈમારતની ભેજના કરે છે. દરેક કારીગરે નકશા ઉપરથી કામ કરી શકે છે. તે તે મુજબ પરમાત્માપણું મેળવવાની ઈચ્છાવાળા પ્રાણીઓને મૂતિઓ (પ્રતિમા)ની જરૂર છે અને તે નિમિત્તે જ પરમાત્માપદ મેળવી શકાય છે. જેઓ મૂત્તિને માનનારા નથી, તેઓ કાંઈ પણ કરી શકશે નહિ. આકૃતિ વિના કાંઈ પણ કાર્ય કરી શકાશે નહીં. આકૃતિ કે મૂત્તિની પદ્ધતી અનાદિ કાળથી સિદ્ધ ચાલી આવે છે. અહિં કોઈ શંકા કરે છે, તે નિરાકાર ભગવાનની મૂર્તિ કેવી રીતે થઈ શકે? તેના ઉત્તરમાં કહેવાનું કે, નિરાકારને પણ આકાર રૂપે કલ્પી તેની મૂર્તિ બનાવવાથી તેનું પણ જ્ઞાન થાય છે. જેમ કે, મનુષ્ય બોલે છે, તે ભાષાને આકાર નથી પણ તે ભાષાની આકૃતિ વર્ણરૂપે કલ્પી બનાવામાં આવે છે. જેમ કે, મ, યમ, વગેરે દ્વાદશાક્ષરી-બારાખડી એ પણ ભાષાની મૂત્તિ છે. જુઓ કે, હજારો વર્ષો પહેલા થઈ ગયેલા મહાજ્ઞાની વિદ્વાનેએ બનાવેલા શાસ્ત્રો છે, તે શાસ્ત્રો ઉપરથી તેમના હૃદયના વિચારે અત્યારે જાણી શકીએ છીએ. એ શું મૂત્તિ નથી? કાગળ અને શાહી એ બેનું બનેલું શાસ્ત્ર જડ વસ્તુરૂપ છે, છતાં તેનાથી કેટલું જ્ઞાન થઈ શકે છે? તેને વિચાર કરે. જેઓ એમ કહે છે કે, ભગવાનની મૂર્તિ જડ છે, તે શું કરી શકે? આવું બેલનારા પણ તેમના અંતરમાં મૂર્તિને માને છે. જેમકે તેઓ પિતાના માતા, પિતા કે ગુરૂની છબીઓ પડાવે છે અને તે જોઈ આનંદ પામે છે. જેમ માતા પિતાની છબી જોઈ તેમની ઉપર પ્રીતિ થાય છે, સ્ત્રીની છબી જોઈ તેની પર કામવિકાર ઉત્પન્ન થાય છે, સંતાનની છબી જોઈ તેમની વત્સલતા ઉપજે છે અને દૂરવાસી કોઈ મિત્ર કે સ્નેહીની છબી જોઈ તેની ઉપર સ્નેહ પેદા થાય છે, તેવી રીતે ભગવાનની પ્રતિમા જોઈ તેમના ભકતોના હૃદયમાં તેમની ઉપર ભક્તિ નેહ થાય છે અને તેમના ગુણોનું સ્મરણ થાય છે, એજ આત્માને કલ્યાણ માર્ગ છે, તેમ છતાં જેઓ પ્રભુની મૂતિની નિંદા કરે છે, તેને પૂજવાથી પાપ લાગે એમ કહે છે અને