________________ ( 126 ) આત્મતિ, પ્રસન્ન થયા ન હતા. તેઓને રાગી અને દ્વેષી–બન્નેની ઉપર સમભાવ છે. એ સમભાવ જ્યારે આપણામાં પ્રગટ થશે, ત્યારે જ આપણે મુક્તિના અધિકારી થઈ શકીશું. ભદ્ર, એવી સમદષ્ટિવાળા (જે કઈ હોય તેની) પ્રભુની શાંત મૂતિ (પ્રતિમા) જેવાથી દર્શન કરવાથી આપણને તેવા પ્રકાર ના ભગવાનના ગુણેનું સ્મરણ થઈ આવે છે અને તેમની પૂજા ભક્તિ કરવાથી તેવા પ્રકારના ગુણ આપણને પ્રાપ્ત થાય, એ નિઃસંદેહ વાત છે. આવા પ્રકારની શુભ ભાવનાથી આપણે તરી શકીએ. મૂતિ તે માત્ર નિમિત્ત આલંબન છે. કોઈ પણ કાર્ય નિમિત્ત શિવાય બનતું નથી. પ્રભુએ મેક્ષને માર્ગ બતાવી ઘણાં છેને ઉપકાર કર્યો છે, તેથી તેમની ભક્તિ કરવાથી અને તેમને પગલે ચાલવાથી આપણે આત્મા ઉંચી હદે ચડી શકે છે. તેવી રીતે મૂર્તિના વિષયમાં સમજવાનું છે. મૂતિ એ સ્વાભાવિક અને કુદરતી છે. કઈ પણ મનુષ્ય-કેઇપણ માણસ અથવા કોઈ પણ વસ્તુ વિષે વાત કરશે. તે વખત આપણા હૃદયમાં તત્કાળ તેની મૂતિ ખડી થઈ જશે. જેમકે આપણા પિતા ઘણાં વર્ષ ઉપર ગુજરી ગયેલા હોય છે, પણ તેમના નામનું સ્મરણ કરવાથી તત્કાળ તેમની મૂતિ સુદયમાં ખડી થાય છે. જે બાલકના માતા પિતા ગુજરી જાય અને જ્યારે તે બાલક માટે થાય છે, ત્યારે તેના માતા પિતાની કઈ વાત કરે તે તેણે તેઓને જોયેલા ન હોવાથી તેમની મૂતિ હદયમાં ખડી થતી નથી. તે વખતે તે પિતાના મનમાં મુંઝાય છે કે, મારા માતા પિતા કેવી આકૃતિમાં હશે? પણ જે તેમને ફેટેગ્રાફ હશે તે તરત જ તેઓની આકૃતિ તેમના ધ્યાનમાં આવી જશે. પછી વગર જે પણ તે મૂતિ ખડી થઈ જશે, તે આપણે જેમને ભગવાન પરમાત્મા જ સિદ્ધ-બ્રહ્મ માનીએ છીએ, તેઓ એક વખતે મનુષ્ય દેહધારી કેવળજ્ઞાન કેવળદર્શન યુક્ત હતા, તેવા આકારની મૂતિઓથી તેમના સ્વરૂપ તથા ગુણ આપણી અંતર્દષ્ટિ આગળ ખડાં થાય છે, આપણે એકાંતે તે પ્રભુનાં નામની જપમાળા જપીશું, તે વખત પણ મૂતિ માનનારના હૃદયચક્ષુ આગળ તે મૂર્તિ ખડી થશે પણ મૂર્તિ નહીં માનનારને ચક્ષુ આગળ અંતરમાં શું દેખાશે ? કાંઈ નહીં. જગના વ્યવહારમાં મૂતિ વગર એક ડગલું પણ ચાલતું નથી.