________________ યાત્રા 3 જી, (125). પણ શુદ્ર કુલમાં ઉત્પન્ન થયેલ રાજા પંચ-પૂજિત (માન્ય) હોવાથી સેવવા ગ્ય થાય છે. તે જ પ્રમાણે ચિંતામણી વસ્તુ નિજ સ્વભા વથી ઉત્તમ છતાં પણ પરમેશ્વરની પ્રતિમા પ્રમાણિક પંચેથી પૂજિત હવાથી પૃથ્વિ ઉપર વિશેષ માન્ય થાય છે. જુઓ વરરાજા, મહાજન, દત્તપુત્ર અને એવી બીજી બાબતમાં પંચ જેને ભાગ્યની પ્રેરણાથી સંસ્થાપિત કરે છે તે જ માન્ય થાય છે. કેટલાએક એમ પણ કહે છે કે, પ્રભુની પૂજા કરવાથી તેઓ આપણું ભલું કરે છે, પૂજા ન કરવાથી ભલું કરતાં નથી, આ માન્યતા પણ બેટી છે. કારણ કે, જે પરમેશ્વર એકનું ભલું કરે અને બીજાનું બુરું કરે છે તે પરમેશ્વર પણ આપણા જેવા રાગી અને દ્વેષી ઠરે છે. ઈશ્વર તેવા હેય નહીં, તે તે સર્વને એક સરખા છે. તેમને કઈ પ્રિય કે અપ્રિય નથી. આપણું ભલું કે બુરું કરનાર આપણે પિત–આપણા કર્મો છે. આપણે જેવા કૃત્ય કરીશું તેવા ફળ ભેગવીશું, તે ઉપર અન્ય કૃતિને ગ્રંથ જે રામાયણ તેના કર્તા તુલસીદાસે કહ્યું છે કે तुलशी रेखा कर्मकी, मीटाइ न शके राम; मीटावे तो क्या देरहे, पण समज कीयो हे काम. આ વાતની વધારે પુષ્ટિમાં નીચેની હકીકત મનન કરવા જેવી છે. જૈનના વશમા તિર્થંકર-પરમાત્મા મહાવીર સ્વામી ચારિત્ર ગ્રહણ કર્યા પછી તેઓ એક વખતે જંગલમાં ધ્યાન ધરીને ઉભા હતા, તે વખતે તેમના કાનમાં ગોવાળીઆએ ખીલા ઠેક્યા હતા, તે શિવાય દેવતાઓએ પણ તે ભગવાનને ઘણું ઉપસર્ગો કરેલા હતા. અને તેમને ભારે દુઃખ આપ્યું હતું, તથાપિ એ વીર પ્રભુએ એક અંશ માત્ર પણ તેમની ઉપર કેધ કર્યો ન હતે; કારણ તેઓ પોતે સમજતા હતા કે પૂર્વભવે મેં એ જીવને દુઃખ આપેલું તે મારૂં કર્મ ટાળવા માટે તે જ મને ઉપસર્ગો કરે છે અને મારા કર્મને વિનાશ કરે છે, માટે મારું કર્મ ટાળનાર એ નિમિત્ત છે, આવા વિચારથી તે મહાત્માએ તેમની ઉપર દ્વેષ કર્યો ન હતું, અને ઈએ આવી તે પ્રભુની ભારે સ્તુતિ કરી તેથી કરીને તેઓ તેમની ઉપર