________________ યાત્રા 3 જી. (13). દશ્ય ન હોય તેની સ્થાપના કરવાનું સંપ્રતિ (હાલ પણ) લેક સિદ્ધ છે. દષ્ટાંત તરિકે પિતાને પતિ પરદેશ ગયે હોય ત્યારે સતી સ્ત્રી પતિની પ્રતિમાના દર્શન કરે છે. રામાયણમાં સાંભળવામાં આવે છે કે શ્રી રામચંદ્ર પરદેશ (વનવાસ) ગયા ત્યારે ભરત નરેશ્વર રામની પાદુકાની રામ પ્રમાણે પૂજા કરતા હતા, સીતા પણ રામની આંગળીની મુદ્રિકાનું આલિંગન કરી રામ પ્રાપ્તિનું સુખ માનતી હતી. રામ પણ સીતાનું મલિ રત્ન (મુકુટ રત્ન) પામીને સીતા મળ્યા જેટલી રતિ (સુખ) માનતા હતા. આમાંના એક દષ્ટાંતમાં કેઈના શરીરને આકાર નહેતે તેમ છતાં તે અજીવ વસ્તુઓથી થતા પ્રકારનું સુખ થતું હતું. ત્યારે ઈશ્વરની પ્રતિમા પણ પ્રાણીઓને સુખને માટે કેમ ન થાય? પાંડવ ચરિત્રમાં લેક પ્રતીત પ્રસિદ્ધ વાત છે કે પ્રેણાચાર્યની પ્રતિમા પાસેથી લવ્ય નામના ભલે અર્જુનના જેવી ધનુવિદ્યા સિદ્ધ કરી હતી. ક્ષેત્રમાં ઉભી કરવામાં આવતી પુરૂષાકૃતિ વિગેરે અજીવ વસ્તુ છતાં ક્ષેત્રાદિની રક્ષા કરવામાં સમર્થ થાય છે. વળી લેકમાં મનાય છે કે અશોકવૃક્ષની છાયા શેક હરણ કરે છે, કલિ-(બહેડાં)ની છાયા કેમાં કલહ માટે છે, અજાર (બકરીની ખરીઓથી ઉડતી ધૂલ) વગેરે પુણ્ય હાની માટે થાય છે. અસ્પૃશ્ય ચંડાલ વગેરેની છાયા પણ ઉલ્લંઘાય તે પુણ્યની હાની કરે છે. સગર્ભા સ્ત્રીની છાયા ઉલ્લંઘન કરનાર ભેગી પુરૂષનું રૂિષ હણે છે. અને મહેશ્વરની છાયાનું ઉલ્લંઘન કરનાર ઉપર મહેશ્વરને રેષા થાય છે. એ પ્રમાણે ઘણા પદાર્થ અજીવ છતાં સુખ દુઃખના હેતુ થાય છે ત્યારે દેવાધિદેવ-(પરમેશ્વર) ની પ્રતિમા પણ અજીવ છતાં અહીં સુખને હેતુ કેમ ન થાય? પરમેશ્વરની પ્રતિમા અજીવ છતાં પણ તેને પૂજવાથી પુણ્ય-ફલ જરૂર થાય છે. જેની જેવી જેવી અવસ્થા–ગુણ વિશિષ્ટ પ્રતિમા ચિત્તમાં હોય, તેને તે તે ગુણે તે પ્રતિમાથી સંપાદન થઈ શકે છે. લેકમાં મનાય છે કે ગ્રહની પ્રતિમાના પૂજનથી તે સંબંધી ગુફલ થાય છે સતીઓની, ક્ષેત્રાધિપતીની, પૂર્વજોની, બ્રહ્માની, મુરારિ (કૃષ્ણ) ની શિવની અને શક્તિની સ્થાપનાને માનવાથી હિત અને નહિ માનવાથી અહિત થાય છે, સ્તૂપે (મહાત્માઓના અગ્નિ સંસ્કારની જગાએ કરેલી દેરીઓ) પણ તેવી રીતે ફલ આપે છે, રેવન્ત, નાગાધિપ, પશ્ચિ