________________ (૧રર ) આત્મોન્નતિ, નિઃશંક રીતે સિદ્ધ થાય છે કે, આત્માની સાથે જડ મળવાથી સુખ, દુઃખ, હાનિ અને વૃદ્ધિ થાય, એમાં કાંઈ નવાઈ નથી. મહાત્માના આ વચને સાંભળી પુનઃ શેધકચંદ્ર અને સત્યચંદ્ર હૃદયમાં અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેમના ભાવી હૃદયમાંથી તે શંકાઓ દૂર થઈ ગઈ. તે બને શુદ્ધ આત્માઓએ તે મહાત્માને મહાન ઉપકાર માન્યો. તેમના હૃદયમાં આહંત સિદ્ધાંતની સારી અસર થઈ ગઈ. પછી તેમણે મહાત્માને વંદના કરી આ પ્રમાણે જણાવ્યુંભગવન, આપની દષ્ટાંત ભરેલી સિદ્ધાંત વાણીએ અમારા હૃદયને નિશંક બનાવી દીધા છે. હવે કૃપા કરી પ્રતિમાની સિદ્ધિને માટે કાંઈક પ્રતિપાદન કરી અમારા હૃદયમાં પ્રભુભક્તિ અને પૂજાની દઢતા સ્થાપિત કરે, મહાત્માએ પ્રસન્ન થઈને જણાવ્યું, ભદ્ર, નાસ્તિકભાવથી મલિન હૃદયવાળા પુરૂષો કહે છે કે, અજીવ એવી પ્રભુની પ્રતિમા પૂજવાથી પુણ્ય થાય છે તે કેમ સંભવે? અથવા ફળ સિદ્ધ શી રીતે થાય? મતલબકે કાંઈ પણ લાભ થતું નથી તેમ આપણું કાંઈ પણ કલ્યાણ કરતી નથી. આવા તેમના નાસ્તિતા ભરેલા વચને તદન અયુક્ત છે, પરંતુ તમારે આવી શંકા લાવવી નહિ કેમકે, જેવા આકારનું નિરીક્ષણ (જેવું) થાય તેવા આકાર સંબંધી ધર્મનું પ્રાયઃ મનમાં ચિંતવન થાય છે. સંપૂર્ણ શુભ અંગે વિરાજીત પુતળી જોવામાં આવતા તે તાદશ (તેવા પ્રકારના) મોહનું કારણ થાય છે. કામાસનની સ્થાપનાથી કામિજને કામકિડા સંબંધી વિકારને અનુભવે છે. ગાસનના અવલોકનથી ગીઓની ગાભ્યાસમાં મતિ થાય છે, ભૂગોળથી તર્ગત તેમાં કાઢલી) શહેર, નદી પર્વત વિગેરે વસ્તુની બુદ્ધિ થાય છે. લેકનાલિથી લેક સ્થિતિ (લેકની રચના) સમજાય છે. કુર્મચક, અહિચક, સૂર્યકાલાનલ ચક, ચંદ્રકાલાનલ ચક્ર અને કેટચક, એ આકૃતિએથી અહીં રહ્યા રહ્યા તત્સંબંધી જ્ઞાન થાય છે. નંદીશ્વર દ્વીપના પટ-(નકશા)થી તેમજ લંકાના પટથી તક ગત વસ્તુનું ભાન થાય છે. એવી રીતે સ્વઈશની પ્રતિમા તેમના તે તે (પ્રસિદ્ધ) ગુણોની સ્મૃતિનું કારણ થાય છે. જે વસ્તુ સાક્ષાત