________________ યાત્રા 3 જી ( 12 ) લાઓ યાદ રાખવા જેવા છે. મદિરા જડ છે, છતાં તે પીવાથી માણસની બુદ્ધિને તે નાશ કરે છે. વિષ જડ છતાં ખાવાથી મરણ નીપજાવે છે. કેટલીએક જડ ચીજો ખાવાથી શરીરમાં અનેક જાતના રોગ ઉત્પન્ન થાય છે, તેથી ઉલટી રીતે કેટલીએક દવાઓ ખાવાથી રોગ નાબુદ થાય છે. જે ઝેર પ્રાણ લેનારા છે, તેના પ્રતિપક્ષી ઔષધો ખાવાથી તે ઝેર નાબુદ થઈ જાય છે. આવી રીતે જડ પદાર્થોની અનેક શક્તિઓ છે, તેવી જ રીતે જડ કર્મોની શક્તિઓ પણ અનેક છે, તે આત્મા સાથે મળીને આત્માને સુખ દુઃખ કરે છે, એ વાત સિદ્ધ થાય છે. - ભદ્ર, વળી સર્વજ્ઞ ભગવાનની પ્રરૂપેલી બીજી વાત પણ એવી જ રીતે સિદ્ધ થયેલી છે. તે ભગવાન્ ભાષાના શબ્દો જડ-પુદ્ગલ તરીકે પ્રરૂપે છે. આ વિષે કેટલાકને જે સંશય હતું તે હમણુના ફેનેગ્રાફના શેધકેએ પ્રત્યક્ષ બતાવેલા પ્રયોગથી દૂર થઈ જાય છે. માણસની ભાષાના પગલે ગાયનના પ્લેટમાં ઉતારી લેવાય છે અને તે તે ગાનારના જેવાં શબ્દ લે છે. આપણે તે શીખેલું ગાયન વખતે ભુલી જઈએ છીએ, પણ તેમાં ઉતારેલા શબ્દોને એક અક્ષર પણ ભુલાતું નથી. જેમ ભાષાના પુદ્ગલે ઉતારી લેવામાં આવે છે, તેમ કરેલું કાર્ય પણ સીનેમેટોગ્રાફમાં ઉતારવામાં આવે છે. હાલતા ચાલતા માણસને અને દેડતી ગાડીઓને દેખાવ તે યંત્રમાં આબેહબ થાય છે. અનેક જાતની ક્રિયાઓ કરતી આકૃતિઓ કાગળ ઉપર લઈ શકાય છે. આવી રીતે જૈનેના સનાતન અનેક સિદ્ધાંત પશ્ચિમના વિદ્વાનોની શોધથી તે સત્ય રીતે સાબીત થયેલા છે. તે સિવાય વરાળ અને વિજળી કે જેઓ જડ છે, તેની અદભુત શક્તિઓ. દુનીયાની સપાટી ઉપર દેખાય છે. હજારે ગાઉ ઉપર લાખ મણના બેજાને ખેંચી જવામાં અને હજારે ગાઉ દૂર સંદેશાઓને ક્ષણમાં લઈ જવામાં એ અદભુત શક્તિઓ દેખાઈ આવી છે. જ્યારે જડ વસ્તુઓમાં આટલી શક્તિ છે તે પછી આત્મા કે જે ચિતન્યરૂપ છે, તેમાં પણ અનંત શક્તિ હોય, તે આશ્ચર્યની વાત નથી. આથી 1. જેનાથી તાર વગેરેનું કાર્ય થાય છે તે. 2. શાસ્ત્રકારે પુગલ-જડમાં પણ અનંત શક્તિઓ કહેલી છે.