________________ * (૧ર૦) આત્મોન્નતિ, ભદ્ર! આ જગતમાં કોઈ પણ પદાર્થ ન ઉત્પન્ન થતા નથી, અને જે છે તેને નાશ પણ થતું નથી એટલે જગતમાં જેટલી વસ્તુ છે, તેટલી જ તે કાયમ રહે છે, પરંતુ તેનું રૂપાંતર થાય છે. જેથી આગળ કહ્યા મુજબ દરેક પદાર્થો (ક) ઉત્પા, વ્યય અને ધ્રિવ્ય યુક્ત લક્ષણવાળા છે. જૈન શાસ્ત્રને આ દઢ નિયમ છે. તે તમારે મનન પૂર્વક લક્ષમાં રાખવે. ભદ્ર! આ વિષય ઉપર અનેક દષ્ટાંતે મળી આવે છે. આંબાની કાચી કેરી તેડી લાવી ખાઈએ તે તેમાં મીઠાશને બદલે ખટાશ દેખાશે. કાચા કેળાને તે ખાવાથી તે તુરું લાગશે, પણ જે તેને પકાવી ખાવામાં આવે તે તે મીઠું લાગશે. કેરી પણ પકવ થતાં માધુર્ય આપશે. કેરી અને કેળામાં આ બે સ્વાદ શી રીતે થયા? ખટાશ અને તુરાશને બદલે માધુર્ય ક્યાંથી આવ્યું? તેમ વળી દૂધને કાચું રાખવાથી તે બગડી જશે–તેમાં ખટાશ આવી જશે. તેની અંદરને મૂળને સ્વાદ નાશ પામી અરૂચિકર સ્વાદ કયાંથી આવ્યું? આ બાબતને વિચાર કરી જે તે શાસ્ત્ર રીતિએ કે પછી રસાયણ શાસ્ત્રની રીતિએ સમજશે તે તમને ખાત્રી થશે કે, તે સઘળામાં આકાશમાં રહેલા પુદ્ગલના પરમાણુઓ મળવાથી ફેરફાર થઈ નવીન જાતના પુદ્ગલે બને છે. જેમકે, હળદર જાતે પીળી હોય છે અને પાપડીઓ ખાર સફેદ હોય છે, હવે જે તે સફેદ પાપડખારનું પાણી કરી હળદરની સાથે મેળવીએ લાલ રંગની ત્રીજી વસ્તુ થશે. વળી તેલ અને પાણી ભેગાં મળતાં નથી, પણ તેમાં પાપડખાર નાંખવામાં આવે તે તે મળી જઈ સાબુને ગોળો બનશે. આ પ્રમાણે જગતમાં એક એક પદાર્થના જુદા જુદા પરમાણુઓ, જુદા જુદા પ્રમાણવડે મળવાથી અનેક તરેહના નવા નવા પદાર્થો ઉત્પન્ન થાય છે. ભદ્ર! એવી રીતે જીવની સાથે કર્મોને સંગ થાય છે. આ બધું સર્વજ્ઞના સિદ્ધાંતે સારી રીતે સાબીત કરી આપે છે. હે ભવ્યાત્મા! હવે તમારા મનમાં તે વિષે કોઈ જાતની શંકા રહી નહિ હોય. જીવની સાથે જડ પુદ્ગલ રૂપ કર્મ મળવાથી સુખ દુઃખને કર્તા જીવ થઈ શકે છે, એ વાત પણ તમારા સમજવામાં આવી હશે. તે છતાં તેની વિશેષ સમજૂતીને માટે કેટલાએક દાખ