________________ યાત્રા 3 જી, ( 119) છે અને એક ગંદા મિત્રની ટેળીમાં રહેવામાં સુખ માને છે. વળી ભુંડ ઉકરડામાં કે ગંદકીમાં રહેવામાં સુખ માને છે, કાગડા અને ગીધ મુડદાં ચુંથવામાં સુખ માને છે. માંખીને ગંદકી પ્રિય લાગે છે અને તે સુગંધી પદાર્થ પર બેસતી નથી. ભ્રમર સુગંધી પુષ્પ પર સુખ માને છે. જ્યારે સાકર સર્વને મધુર લાગે છે ત્યારે ગધેડું તેને સુંઘતું પણ નથી. શેરી સર્વ મનુષ્ય અને જનાવરેને પ્રિય લાગે છે, ત્યારે ઊંટને તે અપ્રિય લાગે છે. ઝેરને કિડે ઝેરથી આનંદ સાથે પિતાનું પિષણ કરે છે. જે તેને સાકરમાં મુકવામાં આવે છે તે મરી જશે. ખારા પાણીનાં માછલાં કે પિરા મીઠા પાણીમાં મરી જશે. માણસને શરીરે મરચાં લાગે છે તે શરીર બળશે અને મરચામાં ઉત્પન્ન થનારા કીડાના કેમળ શરીરમાં તે મરચાની આગ પણ લાગતી નથી. આ દષ્ટાંતે ઉપરથી કહો કે, કઈ વસ્તુથી સઘળા ને સુખ થાય છે? ભદ્ર! તમને હવે ચક્કસ સમજાવું જોઈએ કે જીવ બધા એક સરખા છે. છતાં પિતાનામાં રહેલા કર્મરૂપી પુદ્ગલ જેવા છે, તેવાજ દુગલે તેમને પ્રિય લાગે છે અને તેઓ તેમાંજ સુખ માની તેવા કર્મો ઉપાર્જનકરી તેવી ગતિમાં જાય છે. જેથી સંસારી સઘળા જીવોને જે આનંદ પિતાના કર્માનુસારે રહેલે છે તે આનંદ છેટે છે. અરે આનંદ તે આત્મામાં રહેલ મૂળ સ્વભાવમાં છે. બાકીના સર્વ આનંદ જુઠા–કલ્પિત છે. ભદ્ર શેકચંદ્ર અને સત્યચંદ્ર ! આ વાત ધ્યાનમાં રાખી તમારા સંશયને દૂર કરે. હવે તમારા સમજવામાં આવ્યું હશે કે, જીવ અરૂપી છતાં રૂપી એવા કર્મ-જડ પુગલે સાથે કેવી રીતે મળે છે. પુગલોને પૂરાવાને અને ગળવાને સ્વભાવ છે, અને તેમાં એવા સૂક્ષ્મ અણુઓ રહેલા છે કે, જે સૂક્ષ્મ હોવાથી દષ્ટિ માર્ગે આવી શકતા નથી. તેમને સર્વજ્ઞ પ્રભુજ દેખી શકે છે. તમેને આગળ જેમ કહેવામાં આવ્યું છે તેમ સઘળી જાતના પુદ્ગલ પરમાણુઓથી ભરેલા આ લેકાકાશમાંથી જ આ આત્મા કર્મ રૂપી પુદ્ગલે ગ્રહણ કરે છે; પિતાની સાથે રાગદ્વેષ વડે તેમને સગ કરે છે, તે પણ અરૂપી આત્માની સાથે અનેક જાતની કર્મની વર્ગણના પુદ્ગલે મળી ગયેલા છે, તથાપિ તે આત્મા દેખાતે નથીરૂપી થતી નથી. .