________________ (116 ) આત્મોન્નતિ, રાખવું કે, મનુષ્યને જેનાથી જુદી જુદી હાલત ઉત્પન્ન થાય છે, તેનાં કારણે પિકી પ્રબળ કારણ મન છે, એ મનના ફેરફારથી મનુષ્ય આત્મતત્વમાંથી જુદી જુદી સ્થિતિરૂપ બળ આકર્ષી તેવી તેવી સ્થિતિ પ્રાપ્ત કરે છે. જેમ જુદી જુદી જાતનાં બી, પૃથ્વી, જળ આદિ ત તે એકજ જાતના પરમાણુઓ ધરાવે છે, પણ તે તેની અંદર જુદા જુદા તત્વે મિશ્રણ થયેલા હોય છે, તે મિશ્રણવાળા તેમાંથી પિતાના બીજમાં રહેલા તને વૃદ્ધિ થતાં ત ઓછા વધતા પ્રમાણ તેમજ સગના કારણે તેઓમાંથી જેમ જુદા જુદા વૃક્ષો ઉગે છે, તેમજ સર્વ મનુષ્યનાં શરીર તે દેખાવમાં એક સરખાં લાગે છે, પણ સર્વ મનુષ્યનાં મન એક સરખાં નથી હોતાં; કારણ કે, જુદા જુદા મનુષ્યનાં કર્મ જુદાં જુદાં હોવાથી તે કર્મરૂપી જડ પુદ્ગલેનું મન જુદી જુદી સ્થિતિનું રહે છે, જેમ મૂળ પૃથ્વીમાંથી પિતાના મનગમતા પરમાણુઓ ખેંચી લે છે, તેમ જેવા જેવા પ્રકારના રાગ દ્વેષરૂપ પરિણામ થાય, તેવા તેવા પ્રકારના કર્મ પુદ્ગલે ગ્રહણ થઈ જીવની સાથે એકમેક થઈ જાય છે. તેના સ્વભાવ પ્રમાણે–સમવાય પ્રમાણે ઉદય આવી ને સુખ દુઃખને ભેગ પ્રાપ્ત કરાવી પાછા આત્માથી જુદા પડને ખરતા જાય છે અને નવીન નવીન ગ્રહણ થતા જાય છે. જેમ કુવાની અંદર ફરતા રેટના લેટા ખાલી થતા જાય છે અને પાછા ભરાતા જાય છે, તેમ આત્મા સાથેના જુના પગલે ખરતા જાય છે અને નવાને બંધ થતું જાય છે. આથી કરીને જે આ સંસારમાં ચારે ગતિઓની અંદર જન્મમરણરૂપ ભ્રમણ કર્યા કરે છે. આવી રીતે મનુષ્યનાં મન જે કે એક જ પ્રકારના આત્મતત્ત્વમાંથી બળ મેળવે છે, તે છતાં જુદી જુદી ક્રિયાઓથી તેઓની સ્થિતિમાં અસંખ્ય પ્રકારના ભેદ માલમ પડે છે. એ તે નક્કી છે કે, મનુષ્યની જુદી જુદી સ્થિતિનું કારણ તેનું મન છે. નિદ્રામાં પડેલા મનુષ્યનું મન અજ્ઞાનના પડદામાં વીંટાએલું હોવાથી, બેશુદ્ધ થયેલા માનવીનું મન પણ તેવાજ અંધકારમાંજ ઝકડાએલું હેવાથી, અને માનવના મૃત દેહમાં મનને અભાવ હોવાથી શરીર ક્રિયા કરવા અશક્ત હેય છે અસમર્થ હોય છે. આ ઉપરથી સમજાશે કે શુભાશુભ ક્રિયાનું કારણ મન હેવાથી સુખ કે દુખરૂપ સારું કે નરસું ફળ ઉત્પન્ન કરાવનાર કારણ મન છે એ નિર્વિવાદ છે.