________________ યાત્રા 3 છે, (115) તે ચક્કસ છે, પણ બીજ અથવા શરીર જડ પદાર્થ છે અને તેઓમાં રહેલે જીવ એ જુદું તત્વ છે, માટે તે જીવ શરીરથી જુદા થઈ પિતાના કર્માનુસારે તેવા પ્રકારની ગતિમાં બીજે ઠેકાણે જાય છે અને તેના આગલા શરીરને નાશ થાય છે. ફરીથી નાશ થયેલું શરીર ધારણ થઈ શકે જ નહિ. જેમકે એક બાજરીને દાણે વાવે, તે ઉગીને બાજરીને છેડ થયે, તે ઉપર કણસલું થયું, ત્યારે તે કણસલામાં આશરે બસો બાજરીના દાણું થયા, હવે બાજરીને જે દાણે વાવ્યું હતું, તેને એક જીવ છે, તેની ઉપર બસ દાણા થયા છે તે બસો જીવ થયા એટલે તે એકજ જીવના બસો જીવ થયા, એમ બનતું નથી; કારણ કે, જે વાલે બાજરીને જીવ છે, તે જુદે છે અને તે ઉપર થયેલા બસ જીવ તે પણ જુદા છે. જે બાજરી આપણી દષ્ટિએ દેખાય છે, તે જડ વસ્તુ છે અને તેની અંદર રહેલે જીવ જુદો-યુગલ (શરીર) થી ભિન્ન છે, તે સઘળા છએ તેવી જાતનાં કર્મબીજ ગ્રહણ કરેલાં, તે ઉપરથી તેઓ તેમાં આવીને ઉત્પન્ન થયા. તેવીજ રીતે એકજ માણસને છોકરા છોકરી મળીને દશ જીવ થયા, છતાં તે મનુષ્ય તે કાયમ છે. તે મનુષ્યના જીવથી બીજા દશ જીવ પેદા થતા નથી, પરંતુ તે દશ છે જુદા જુદા છે અને તેઓ તેમના તેવા કર્માનુસારે અને પૂર્વ ભવના સંબંધને લીધે ત્યાં આવી ઉત્પન્ન થયા. જેથી મનુષ્ય મરીને મનુષ્ય થાય અને પશુ મરીને પશુ થાય, એ વાત લાગુ પડતી નથી; કારણ શરીર તે જડ હેવાથી તે અહિંજ રહે છે અને તેની અંદર રહેલો જીવ જુદો પલ કર્માનુસારે ગતિમાં જાય છે. તે જીવની સાથે શરીરને કોઈ પણ જડ અંશ જ નથી, તેની સાથે તે પાછલા ભવેના તથા આ ભવના મન, વચન અને કાયાના એગ વડે જે કર્મ પુદ્ગલે ગ્રહણ કરેલા કે જે પાણી અને દૂધની પેઠે જીવની સાથે મળી ગયેલા તે સાથે જાય છે. તે કર્મ પુદ્ગલે અતિ સૂક્ષ્મ હવાથી દેખી શકાતા નથી. તે જીવની સાથે ગયેલા તે કર્મરૂપ બીજ છે, તે બીજરૂપ પુદ્ગલે પિતાની યેગ્ય જાતિ ગ્રહણ કરી તેવાં શરીર ધારણ કરે છે અને પાછા નવા પણ પિતાની અંદર રહેલા પરમાણુઓને અનુકૂલ ગ્રહણ કરતા જાય છે. - ભદ્ર! આ વાત લક્ષ દઈને સાંભળજે. હવે આ સ્થળે એટલું યાદ