________________ ( 114) આત્મોન્નતિ, - પણ મનુષ્ય નિમાં આવી શકે છે, પણ તે કર્મો ભેગવીને કેટલેક કાળે દુઃખ પામતાં કર્મો ઓછા થવાથી ઉચી ગતિમાં જાય છે. તે ઉપર દષ્ટાંત છે કે, જેમ પર્વતમાંથી તૂટી પડેલા પત્થર નદીમાં પાણીથી અથડાઈ ઘસાઈને મૃદુ ગોળાકાર બને છે, તેમ છે પણ ઘણે કાળે ઊંચી હદે પહોંચે છે. આપણે બધા મનુષ્ય પણ એકેદ્રિયમાં ઘણી વાર આવેલા હશું, તેમજ ઘણી વાર વનસ્પતિરૂપે થઈ કાછીઆની છાબમાં પડેલા હતા અને જેવે તેવે મૂલ્ય વેચાયા હતા. તેમજ આપણે ઝીણા ઝીણા કડકારૂપે હાંલ્લામાં રાયા હતા. વત્સ શોધકચંદ્ર! હવે ફરી વાર આપણને એવી દશા આવે નહિ તેને માટે સાવધાન રહેવું, એજ આપણી ફરજ છે. વત્સ! હવે આપણામાં પરમાત્મા બનવાની શક્તિ આવેલી છે, એટલે અહિં શુભ કૃત્ય કરી સન્માર્ગે ચાલી પોપકાર અને સર્વ જીવ પર દયા કરવાથી સ્વર્ગમાં અને છેવટે પરમ શાંતિરૂપ મેક્ષ સ્થાનમાં જવું, એ આપણા અધિકારમાં છે. આ અધિકાર પ્રાપ્ત થયે છતાં અજ્ઞાનરૂપી અંધકારમાં રહી પ્રમાદ અને પુદ્ગલિક સુખમાં મગ્ન થઈ આ સમયને ગુમાવીએ તે પુનઃ ચિરાશીના ફેરામાં પીએ અને એકેદ્રિયાદિપણાની સ્થિતિમાં આવીએ. તેથી આ દુર્લભ મનુષ્ય ભવ કે જે ઘણા પુણ્ય વેગથી પ્રાપ્ત થયેલ છે, તેને વૃથા ગુમાવવાથી તે પાછો મળ મુશ્કેલ થઈ પડે. - ભદ્ર શેધકચંદ્ર! વળી કેટલાએક એમ માને છે કે, જેમ બાજરીમાંથી બાજરીજ ઉત્પન્ન થાય છે અને ઘઉંમાંથી ઘઉંજ પેદા થાય છે, એટલે જેવાં બીજ હોય તેવાં જ ફળ થાય છે, તેવી રીતે મનુષ્ય મરીને મનુષ્યજ થાય છે, તે પશુ પક્ષી કે વનસ્પતિ થાય જ નહિ. જે જાતિના જીવ હેય, તે જાતિમાં તે મરીને પાછા પેદા થાય છે, આ તેમની માન્યતા ખરી નથી, તે વિચાર કરવાથી માલમ પડી શકે છે. તે વિષે આ પ્રમાણે દષ્ટાંત છે. જે જે વનસ્પિતિનાં બીજ છે, તે બીજેને રેપવાથી તેવાં જ ઝાડ, ફૂલ, ફળ અને બીજ બને છે. જેમકે, વડનું બીજ વાવવાથી વડ થાય છે, આંબાનું બીજ વાવવાથી આંબે થાય છે, તેવી જ રીતે પશુના બીજમાંથી પશુ, પક્ષીના બીજમાંથી પક્ષી અને મનુષ્યના બીજમાંથી મનુષ્ય થાય છે. આ વાત