________________ યાત્રા 3 છે. (113) વનસ્પતિમાં આત્મતત્ત્વ નથી. મનુષ્યમાં અને વનસ્પતિ વગેરેમાં તે તત્વ સરખું છે, છતાં ભેદ માત્ર એટલે છે કે, વનસ્પતિ વગેરેમાં કર્મ પ્રભાવે જડતાનું જોર વધારે પ્રબળ હોવાના કારણને લીધે તેની જ્ઞાનશક્તિ વધારે ઢંકાઈ જવાથી જ્ઞાન ઢંકાઈ ગયેલું છે, તેથી તે પિતાનું હિતાહિત કરવાને શક્તિમાન નથી અને તેને એકજ સ્પર્શ ઇંદ્રિયનું જ્ઞાન છે અને માણસને પંચ ઇન્દ્રિયનું જ્ઞાન છે, તેમ વળી મનુષ્યમાં મન છે અને વનસ્પતિને મન નથી. વળી જનાવરમાં પણ પંચ ઇદ્રિ તથા મન છે, પરંતુ તેના કરતાં માણસમાં વધારે જ્ઞાન છે. જે આત્મતત્ત્વમાં અનંત જ્ઞાનશક્તિ છે, તેવું આત્મતત્વ એકેદ્રિયથી માંડીને પંચે દ્રિય છે કે જેમની ચોરાશી લાખ એનિઓ છે, તે સઘળામાં એકજ સરખું રહેલું છે. જેમ લાકડું સળગતું જઈ આપણે તેને અગ્નિ કહીએ છીએ અને તે અગ્નિ દરેક લાકડામાં રહેલો છે એમ કહેવામાં આવે છે તેવી જ રીતે આપણે બધા જેમાં શુદ્ધાત્મા છુપી રીતે રહેલ છે. આત્માની સાથે કર્મ પુદ્ગલો જે લાગેલા છે, કે જેઓ જ્ઞાન ગુણને દબાવનારા છે. એકેદ્રિય જીવ કરતાં બે ઈંદ્રિય જેમાં જડતા ઓછી છે, બેઇંદ્રિયના કરતાં તેઈદ્રિયવાળાઓમાં ઓછી જડતા છે, તેમના કરતાં ચૈઈદ્રિયવાળાઓમાં અને તેમના કરતાં પચંદ્રિય જીવમાં જડતા ઓછી છે. તેમાં મનુષ્ય જીવમાં જડત્વ ઓછું છે. મનુષ્યમાં પણ જુદા જુદા કર્માનુસાર જુદા જુદા પ્રમાણમાં ઓછું વધતું જ્ઞાન હોય છે. માટે જેની સર્વ જાતિમાં મનુષ્ય વધારે ઉત્તમ ગણેલ છે એટલે સઘળા છ કરતાં મનુષ્ય જાતિમાં જ્ઞાનશક્તિ વધારે હોવાથી જે તે ધર્મજ્ઞાન કે આત્મજ્ઞાનમાં પોતાની શક્તિઓ ખીલાવે અને શ્રી વીતરાગ પ્રભુને પગલે ચાલે તે મનુષ્ય મટી ઈશ્વર–પરમાત્મા બની જાય છે. અને સર્વથા દુઃખને નાશ થઈ અનંત સુખના ભક્તા બને છે–એવા પરમાત્મા બનેલા છના ચરિત્રે આગમમાં ઘણાં જોવામાં આવે છે, તેમની ભક્તિ કરવાથી અને તેમને પગલે ચાલવાથી તેની આજ્ઞા પ્રમાણે બીજા છે પણ અનુક્રમે પરંપરાએ પરમાત્મા બની જાય છે. મનુષ્ય શિવાયના એકે દ્રિયથી માંડીને પચંદ્રિય તીર્થંચ છ ધર્મને અભાવે આગળ વધવાને શક્તિમાન નથી તથાપિ તે જીવે