________________ (110) આત્માન્નતિ મહાત્મા સાનંદ વદને બોલ્યા-“ભદ્ર! તમારી શંકાનું નિરાકરણ હમણાંજ થઈ જશે, સાંભળ-જીવ અરૂપી છે અને કર્ણોરૂપી છે, એ બેને સંગ થાય છે, અને તેથી સુખ દુઃખ ભેગવાય છે એ વિષે વ્યવહારિક દાખલાથી અને રસાયણશાસ્ત્રથી હું યથાશક્તિ કહું છું, તે તમે સાવધાનપણે સાંભળજે. આપણે કેઈ સુંદર વાટિકામાં કે કુદ્રતી ઉપવનમાં ફરવા જઈએ છીએ ત્યારે ત્યાં અનેક જાતના વૃક્ષ આપણી દષ્ટિએ પડે છે. તે વૃક્ષોના જુદા જુદા રંગ, પત્ર, પુષ્પ તથા ફળની જુદી જુદી આકૃતિઓ અને જુદા જુદા સ્વાદો હોય છે, તે અનુભવ કરવાથી જાણવામાં આવે છે. તેમની એવી વિચિત્રતા વિષે બુદ્ધિથી વિચાર કરશે અને તેના કારણે શેધી કાઢવા મન કરશે તે તમને ઘણુંજ આશ્ચર્ય થશે. અસંખ્ય વનસ્પતિઓના ભિન્ન ભિન્ન સ્વાદ, જુદા જુદા આકાર, તરેહ તરેહના ગુણ, વિવિધ જાતના રંગબેરંગી પત્ર, પુષ્પ તથા ફળ એમ હવામાં શું કારણ હશે? એમાં ફાયદો કે ગેરકાયદે હશે? એ વિચારવાનું છે. તે વનસ્પતિની જુદી જુદી અસંખ્ય જાતે છતાં તે બધી એકજ પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે, સર્વને પોષણ આપનાર જળ, તડકે, તથા હવા એકજ જાતના છે, સર્વની વૃદ્ધિમાં કારણભૂત સૂર્ય ચંદ્ર વગેરે જુદા જુદા ગ્રહે પણ એકજ છે, તે છતાં એ વનસ્પતિ અને વૃક્ષોમાં આટલે બધે ફેરફાર હોવાનું શું કારણ હશે? એ દીર્ઘબુદ્ધિથી વિચારવાનું છે. ઉપર કહેલાં બધાં કારણે એક સરખાં છતાં કોઈ વૃક્ષ સિકડે હાથ ઉંચું, કેઈ એક હાથ ઉંચું, કેઈ મેટા ઘેરાવાવાળું, કેઈ નાના ઘેરાવાવાળું, કઈ કમળ, કઈ કાંટાવાળું, કેઈ સુગધી, કેઈ દુર્ગધી, કઈ વાસ વિનાનું, કેઈ અતિ વાસવાળું, કેઈ નાના પાત્રાવાળું, કઈ મેટા પાત્રાવાળું, કેઈ શરીરને સુખ આપનાર, કેઈ શરીરને નાશ કરનાર, કઈ ઋતુ પ્રમાણે વિકશિત થનાર, કેઈ પાણીથી ઉગરનાર, કઈ રેતીના રણમાં પાણી વગર વૃદ્ધિ પામનાર, કેઈ અંધકારમાં જ ઉગનાર અને કઈ પ્રકાશમાં ઉગનાર, એમ જુદી જુદી સ્થિતિવાળા હોય છે, તેનું શું કારણ હશે? તે સૂક્ષમતાથી વિચારવા જેવું છે. તે ઝાડોની ઉત્પત્તિમાં, પિષણમાં તથા વૃદ્ધિમાં કારણરૂપ જે કે, પૃથ્વી, જળ, વાયુ, ગ્રહો અને પ્રકાશ એક સરખા છે, તે છતાં દરેક ઝાડનાં