________________ યાત્રા 3 જી (109). ભદ્ર, આપણે એટલું યાદ રાખવું કે, પુણ્ય કે પાપ નિમિત્ત મળવાથી થાય છે. કઈ પણ કાર્ય નિમિત્ત વગર બનતું નથી. જેમ પ્રભુના મંદિરમાં પૂજાભક્તિમાં મધુર વાદ્ય સાથે સંગીત થતું હોય, તે સાંભળવાથી શ્રેતાના અધ્યવસાય શુભ થઈ જાય છે અને તેથી શુભ કર્મોનું ગ્રહણ થાય છે, તે પુણ્ય કહેવાય છે. અને કઈ ગૃહમંદિરમાં વેશ્યાનું મને હર સંગીત સાંભળતાં છાતાના મનના પરિણામ નઠારા થઈ જાય છે, અશુભ વિષય વિકારે જાગ્રત થાય છે, તે પાપ કહેવાય છે. અહિં સમજવાનું કે પ્રભુના મંદિરમાંથી પ્રભુ કોઈ છેતને પુણ્ય કે બીજે કઈ ઉત્તમ લાભ આપી દેતા નથી, માત્ર પુણ્ય બાંધનાર શ્રેતાનું મન જ છે તે શુભનિમિત્ત મળવાથી મનના પરિણામ સુધરી જાય છે અને વેશ્યા કે કઈ સુંદર સ્વરૂપવાન સ્ત્રી જેવાથી મનના પરિણામ બગડે છે, તેજ પાપ છે. વેશ્યા કાંઈ પાપ આપતી નથી પણ તે નિમિત્ત છે. સુંદર વસ્તુ જોઈ રાગ થાય છે અને આંખને અણગમતી વસ્તુ જોઈ દ્વેષ થાય છે, આથી કર્મ બંધાય છે, તે ઉપરથી સમજી લેવું કે, કર્મબંધના મુખ્ય હેતુ રાગ તથા ઠેષ છે. આ રાગદ્વેષને જેણે જિત્યા છે, તેનું નામ જિન–ભગવાન કહેવાય છે. વીતરાગ પણ તેજ કહેવાય છે. તે જિન ભગવાનને પગલે ચાલનાર તે જૈન કહેવાય છે. તે શ્રી વીતરાગ ભગવાને કર્મનું સ્વરૂપ ઘણી જ સૂક્ષ્મ રીતે દર્શાવ્યું છે. જે કેવા કેવા કર્મો કરવાથી કેવા કેવા પ્રકારે સુખ દુઃખ ભેગવે છે, તે વિસ્તારથી સમજાવ્યું છે, તે વિષે જૈન દર્શનમાં કર્મગ્રંથ નામને માટે ગ્રંથ છે. તે ગુરૂ પાસેથી શીખવાથી સમજી શકાય તેમ છે. તેનું યથાર્થ વર્ણન કરવાને જ્ઞાની મને હારાજ જ સમર્થ થઈ શકે છે. શેકચંદ્ર ગુરૂના મુખથી આ વચને સાંભળી હૃદયમાં અતિ પ્રસન્ન થઈ બે-“ભગવન્! આપની વાણીએ મારી શંકાને પરાસ્ત કરી નાંખી છે. હવે વિશેષ જાણવાની ઈચ્છાથી એક પ્રશ્ન ઉદ્ભવે છે, તેને ખુલાસો કરવા કૃપા કરશે. હે શાંતમૂતિ ગુરૂ! આપે કહ્યું કે, જે કર્મ કરે છે, તેથી સુખ દુઃખ ભોગવે છે, તે જીવ અરૂપી છે અને કર્ણોરૂપી છે, તે તે વિષે પુછવાનું કે, જે કર્મો રૂપી હોય તે દેખાવા જોઈએ તે તે કાંઈ દેખવામાં આવતા નથી. તે શું હશે?