________________ (108) આત્મોન્નતિ - - - તિમાં કેવળજ્ઞાન એટલે ઈગ્રેજીમાં જેને ઍલૉલેજ (all knowladge) કહેવાય છે. તે કેવળજ્ઞાનથી સર્વ જગ–કાકાશ અને અલકાકાશના રૂપી અરૂપી સર્વ પદાર્થોને જુએ છે અને તેમના સર્વ ભાવ જાણે છે. તેમજ ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળનું સર્વ જ્ઞાન થાય છે. તે કેવળજ્ઞાની સર્વજ્ઞ કહેવાય છે. તેવું જ્ઞાન થયેલ મહાત્માને જ્યારે તે મનુષ્યભવનું આયુષ્ય બાકી હોય, ત્યાં સુધી વિચરીને અને ઉપકાર કરવા પ્રતિબંધ કરી ધર્મ માર્ગ બતાવે છે અને જ્યારે આયુષ્ય પૂર્ણ થાય છે, ત્યારે તે ક્ષે જાય છે. તે આ લેકને અંતે રહે છે. તેને ફરી જન્મ-મરણ થતા નથી, તે વીતરાગ, ભગવાન , ઈશ્વર યા પરમાત્મા એવા અનેક નામથી ઓળખાય છે. ભદ્ર, શેધકચંદ્ર! આ વિષયના સંબંધમાં એટલી વાત પણ યાદ રાખવી કે, જીવને જેવા જેવા મનના પરિણામ થાય છે, તેવા તેવા કર્મોને બંધ થાય છે. જે શુભ પરિણામથી શુભ કર્મો પુદ્ગલે ગ્રહણ કરે છે, તે પુણ્ય કહેવાય છે અને અશુભ પરિણામથી અશુભ પગલે ગ્રહણ કરે છે. તે પાપ કહેવાય છે. કર્મના બંધમાં જીવને મુખ્ય કારણ મન છે. “મન gવ મનુષ્ય 2 વૈધ પક્ષો “મનુષ્યને બંધ અને મોક્ષનું કારણ મન છે.” જેવા જેવા મનના વિચાર થાય, તેવું તેવું બોલાય છે અને તેવી તેવી શરીર ક્રિયા કરે છે, તેથી મનવડે, શરીરવડે અને વચનવડે આ પ્રમાણે ત્રણ પ્રકારે કર્મ બંધાય છે. વળી તેના બીજા પણ ત્રણ પ્રકાર છે. 1 પિતે કરવાથી, 2 બીજાની પાસે કરાવવાથી, અને 3 જે કરતા હોય તેને અનુમોદન આપવાથી આ ત્રણ પ્રકારે કર્મ બંધાય છે. પાપ બાંધવાના અઢાર સ્થાનકે છે. તે આ પ્રમાણે - 1 જીવહિંસા, 2 મૃષાવાદ (અસત્ય), 3 અદત્તાદાન (ચેરી), 4 મિથુન (સ્ત્રીસગ), 5 પરિગ્રહ (ધન વગેરેની ઈચ્છા), 6 ક્રોધ, 7 માન, 8 માયા કપટ), 9 લેભ, 10 રાગ, 11 શ્રેષ, 12 કલહ, 13 અભ્યાખ્યાન (આળ ચઢાવવું), 14 પશુન્ય (ચાડી), 15 રતિ-અરતિ, 16 પર પરિવાદ (કેઈન અવર્ણવાદ), 17 માયામૃષાવાદ અને 18 મિથ્યાત્વ શલ્ય. આ અઢાર પ્રકારે પાપ બંધાય છે.