________________ યાત્રા 3 , (107) છે. લેઢા અને તાંબાની સાથે ઍકસીઝન મળવાથી તેમાં કાટ ઉત્પન્ન થાય છે. વળી ચાક એ કાર્બોનીક અને ઍકસીઝન મળીને થયેલ છે. તેમજ ઍક્સીઝન અને હૈોઝન અને હવારૂપ છે, તે મલીને પાણી બને છે. એવી રીતે ઘણાં અદશ્ય પદાર્થ સાથે દશ્ય પદાર્થને સંગ (આત્મા અને કર્મને છે તેમ) થાય છે. એમ જૈન શાસ્ત્ર કહે છે. વળી વિચક્ષણ પુરૂષે અમૂર્ત આકાશને મૂર્ત તથા અમૂર્ત, ગુરૂ તથા લઘુ સર્વ પદાર્થોને અવિનાશી આધાર માને છે. ત્યારે વિચાર કરે કે, આ અરૂપી આત્મા રૂપીશરીરને ધારણ કરે, એ સંભવિત છે. જેમ કપૂર, હીંગ વગેરે સારી નરસી વસ્તુની ગંધ સ્થિતિ પ્રમાણે આકાશને આશ્રિત રહે છે, તેમ કર્મો જીવને આશ્રી રહે છે. શેધચક્રે વિશેષ જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો–“ભગવન્! આપે કહ્યું, તે મારા સમજવામાં આવ્યું છે, તે પણ તેનું વિશેષ સ્પષ્ટીકરણ કરવાને એટલું પૂછવાનું કે, “જીવને અને કર્મને સંબંધ કેમ થાય છે? અને તે કેણ કરાવે છે?” મહાત્માએ કહ્યું, ભદ્ર! જીવ અને કર્મને સંબંધ થવામાં એક ત્રિીજી વસ્તુની જરૂર છે. જે તે ત્રીજી વસ્તુ ન મળે તે તેમને સંબંધ થાય જ નહિ. જેમ કેઈ પણ બે વસ્તુને જોડવી હોય તે ગુંદર, શરેસ, લાઈ વગેરે ચીકાશવાળે ત્રીજો પદાર્થ મળે તેજ તેને સંબંધ થાય, નહિ તે સંબંધ જ થાય નહીં, તેવી રીતે જીવને કર્મને સંબંધ થવામાં રાગ, દ્વેષ અને મેહ એ ત્રિપુટી રહેલી છે. એ ત્રિપુટીની ચીકાશ મળવાથી જીવને કર્મ સાથે સંબંધ થાય છે. જે રાગ, દ્વેષ અને મેહને નાશ થઈ જાય તે કર્મના બંધને અટકાવ થઈ જાય છે. એ રાગ દ્વેષ થવાનું કારણ પૂર્વ ભવના અનાદિ કર્મોરૂપી બીજમાં રહેલું છે, તેથી કરીને જ જીવને રાગ, દ્વેષ તથા મેહ થાય છે અને તેમની ચીકાશથી નવા કર્મોને સંબંધ બંધાય છે, અને પાછા ફરી જન્મમરણ થયા કરે છે. નવીન બંધથી પાછા ફરી નવીન બંધ થતાં કુંભારના ચાકની પેઠે આ સંસાર ચકમાં પરિભ્રમણ કર્યા કરે છે. જ્યારે રાગદ્વેષને સર્વથા નાશ થાય છે, ત્યારે નવીન કર્મોને બંધ થતો અટકે છે, એટલે પૂર્વના કર્મો ભોગવીને મુક્ત થવાય છે, તે સ્થિ