________________ (186) આત્માન્નતિ, તેના હૃદયમાં એક બીજી શંકા ઉત્પન્ન થઈ આવી. તેથી તે આ પ્રમાણે છે. ભગવદ્ ! આપે દષ્ટાંત આપી એ વાત સિદ્ધ કરી બતાવી છે, તથાપિ મારા મનમાં એક શંકા ઉત્પન્ન થાય છે, તે આપ કૃપા કરી તેનું નિરાકરણ કરશે. જીવ અમૂર્ત છે અને કર્મો મૂર્ત છે, એ બંનેને સાગ ન્યાયથી કેવી રીતે ઘટે? જે ભિન્ન વસ્તુઓ છે, તે આધારાધેય ભાવને કેવી રીતે ધારણ કરે? મહાત્મા પ્રસન્ન થઈને બોલ્યા-“ભદ્ર! તમારી એ શંકા યુક્ત છે. તેનું સમાધાન સાવધાન થઈને સાંભળે. જીવમાં રહેલી શક્તિ અને કર્મમાં રહેલ સ્વભાવ એ ઉભયને લીધે એમને સવેગ ઘટી શકે છે. જુ; રસાયનશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ઐસીઝન વાયુ, જે છે તે આપણા શ્વાસોશ્વાસ દ્વારા પેટમાં જાય છે, એને સ્વભાવ જ્વલંત છે, તેથી તે શરીરમાં અગ્નિ ઉત્પન્ન કરે છે. અને તેથી તે ખેરાકને પચાવે છે. તે ઍકસીઝન શરીરને બહુ ફાયદે કરનાર છે, તેથી તેને તેણે મનુષ્યના જીવનરૂપ ગણે છે. વનસ્પતિ અને વૃક્ષો જે શ્વાસ બહાર કહાડે છે, તેમાંથી એકસીઝન નીકળે છે, તેમાં પણ તળશીના છોડવામાંથી વધારે ઍકસીઝન નીકળે છે. જેમ આપણે શ્વાસશ્વાસ લઈએ છીએ તેમ વનસ્પતિ પણ શ્વાસે શ્વાસ લે છે. વનસ્પતિમાં પણ આપણા જેજ જીવ છે. આપણે શ્વાસ લઈએ છીએ, તેમાં રહેલા ઍકસીઝનથી આપણા શરીરમાં પાચનક્રિયા થાય છે. આપણે જે શ્વાસ બહાર કહીએ છીએ, તેમાંથી કાર્બોનીક નીકળે છે, એ કાર્બોનીક આપણા શરીરમાં ખરાબ થયેલી હવા છે. તેહવા જે પેટમાં દાખલ થાય તે માણસ મરી જાય છે. પણ તે કાર્બોનીક હવા નીકળવાની સાથે પાતળી હવાથી ઉંચા ભાગમાં જાય છે, અને તે હવાને વનસ્પતિ શ્વાસ વાટે લે છે અને તેથી જ વનસ્પતિનું પિષણ થાય છે. વનસ્પતિ જે શ્વાસ કહાડે છે તેમાંથી સીઝન નીકળે છે, તે ઍક્સીઝનને મનુષ્ય ગ્રહણ કરે છે તેથી જ્યાં ઘણી વનસ્પતિ હોય તેવા સ્થળની હવા મનુષ્યને સુખાકારી કહેલી છે. - હવે એ ઍકસીઝનને આપણે ચક્ષુથી દેખી શક્તા નથી. પરંતુ તેના ગુણે ઉપરથી તેના હોવાપણાની ખાત્રી થાય છે. તે વાયુરૂપ છે, છતાં ચક્ષુથી દેખાતા એવા પદાર્થોની સાથે પિતાની મેળે મળે