________________ યાત્રા 3 , ( 105) થતાં તે સુખ અથવા દુઃખ આપે છે, તેવી રીતે જીવ કર્મોને ગ્રહણ કરતાં તે શુભ છે કે અશુભ છે, એમ જાણે નહીં તે પણ જ્યારે કર્મોને પરિપાક કાળ થાય ત્યારે તે સુખ અથવા દુઃખ આપે છે. કૃત્રિમ વિષ જેમ તત્કાળ નાશ કરનારૂં અથવા એક મહિને, બે મહિને, છ મહિને, વર્ષે બે વર્ષે કે ત્રણ વર્ષે નાશ કરનારું હોય છે, તેમ કર્મો પણ ઘણા પ્રકારનાં અને ભિન્ન સ્થિતિમાં હોય છે, તે કર્મો પિતતાને કાળ પ્રાપ્ત થયે પિતાની મેળે જ પોતાના કરનાર જીવને તાદશ ઉદય આવી ફળ આપે છે. વળી જેમ સિદ્ધ અથવા અસિદ્ધ પારે કે રેગીના ખાવામાં આવે તે કાળ પ્રાપ્ત થતાં તેનું પરિણામ સુખ અથવા દુઃખ રૂપે રેગીને પ્રાપ્ત થાય છે, તેમજ શરીરમાં થયેલા ફલ્લા, વાળા, દુર્વાત, શીતાગક અને સંન્નિપાત જેમ કાલ બળ પામીને પોતાની મેળે તે તે રેગથી યુક્ત એવા જીવને દુઃખ આપે છે; વળી જેમ ઋતુઓ પિતાપિતાને કાળ પામીને મનુષ્ય લક વત્તી પ્રાણીઓને સુખ દુઃખ આપે છે, તેવી રીતે કર્મો પણ પિતાપિતાને કાળ પામીને બીજાની પ્રેરણા વિના આત્માને સત્વર સુખ દુઃખ આપે છે. શીતળા, ઓરી, અછબડા, વગેરે બાલ રંગની ગરમીની અસર જેમ શરીરમાં છ માસ સુધી રહે છે, તેમ કર્મો પણ પિતાની મેળે આવીને સ્થિતિ પ્રમાણે જીવને આશ્રય લે છે. જેમ ક્ષય, અક્ષિબિંદુ, (મતીઓ), ઉદ્ધત, પક્ષઘાત, અર્ધગ અને શીતાંગ વગેરે રેગેને પરિપાક હજાર દિવસે થાય એમ શાસ્ત્ર વિશારદ વૈદે જણાવે છે, તેમ સિદ્ધાંતમાં પ્રવીણ એવા પંડિતએ કર્મોના પરિપાકને કાળ પણ જણાવે છે. જેમ પિત્તથી થયેલે વર દશ દિવસ, કફથી થયેલે વર બાર દિવસ, વાતથી થયેલ વર સાત દિવસ અને સંન્નિપાતથી (ત્રિદેષથી) થયેલ જવર પનર દિવસ રહે છે, અર્થાત્ જેમ એ જવરને પરિપાક કાળ જુદે જુદે હોય છે, તેમ આત્માએ જે પ્રમાણે પૂર્વે આચરણ કર્યું હોય, તે પ્રમાણે સ્વસ્થિતિ પ્રમાણે કેઈની પણ પ્રેરણા વિના સ્વભાવથી ભેગવાય છે, તેમ અન્ય કર્મોથી અંતરિત એવા જે કર્મો આત્માએ કર્યો હોય, તેમનું ફળ પરિપાક કાળ પ્રાપ્ત થયે કેઈની પણ પ્રેરણું વિના ભેગવાય છે. મહાત્માનાં આ વચનેથી ધકચંદ્ર હદયમાં પ્રસન્ન થયો, તથાપિ