________________ યાત્રા 3 જી. (103) દુઃખ ભોગવે છે. તે તે કર્મોને પ્રેરણા કરનાર કર્તા, વિધિ, ગ્રહ, યમ કે પરમેશ્વર કઈ હેવા જોઈએ. વળી જીવ સ્વભાવિક રીતે સુખને રાગી અને દુઃખને દ્વેષી હોય છે, તે સ્વેચ્છાએ શુભ અને અશુભ કર્મોને કેમ ભગવે? મહાત્માએ વિચાર કરીને કહ્યું, “ભદ્ર! સંસારી જીવને એવો સ્વભાવજ છે કે જે શુભાશુભ કર્મોને ગ્રહણ કરે. જીવને સુખ દુઃખને આપનાર સ્વકર્મ શિવાય કઈ છે જ નહીં. કર્મનો સિદ્ધાંતને જાણનારાઓ કર્મને જ ભાગ્ય, સ્વભાવ, ભગવાન, અદ્રષ્ટ, કાળ, યમ, દૈવત, દેવ, દક્ષ, વિધિ, પરમેશ્વર, કિયા, પુરાકૃત, વિધાન, લેક, કૃતાંત, નિયતિ, કર્તા, પ્રાક્કીર્ણ લેખ, પ્રાચીનલેખ અને વિધાતાના લેખ ઈત્યાદિ નામેથી શાસ્ત્રમાં પ્રતિપાદન કરે છે. શોધક તરતજ બીજો પ્રશ્ન કર્યો. ભગવન્! આપ કહો છે તે બરાબર છે, પણ તે કર્મને કઈ પણ પ્રેરણું કરનાર હોવા જોઈએ. કર્મ પતે અજીવ અને જડ છે, તે શું કરી શકે? મહાત્માએ કહ્યું, ભદ્ર! એ તમારી શકો ટકી શકે તેમ નથી. કર્મને એ સ્વભાવ છે કે, તે સદા કેઈની પ્રેરણા વિના પિતાની મેળે આત્માને સ્વસ્વરૂપમાં ગ્ય ફળ પમાડે છે. જે જે અજીવ શરીરની સાથે સંબંધ રાખી હાલ જીવે છે, પૂર્વે જીવતા હતા અને ભવિષ્યમાં જીવશે; તે સર્વને કર્મોની સાથે ત્રિકાલિક સંગમ હોવાનું ધ્યાનમાં રાખવું. આ સમસ્ત જગત્ ષ દ્રવ્ય અને પંચ સમવાયમય છે, તે સિવાય અન્ય કોઈ નથી. જીવ અને ધર્માસ્તિકાયાદિ પાંચ અજીવ એ છ દ્રવ્ય છે. ધર્મસ્તિકાયે જીવને ચાલવામાં સહાય કરે છે, અધર્માસ્તિકાય સ્થિતિ કરવાની પ્રેરણા કરે છે, આકાશાસ્તિકાય અવકાશ આપે છે, અને પુગલાસ્તિકાય જીવને અનુગ્રહ અને ઉપઘાત કરાવે છે, તે પુગલાસ્તિકાયમાં કર્મોને અંતર્ભાવ થાય છે. કાલ આયુષ્યાદિ સર્વ પ્રમાણ યુક્ત વસ્તુનું પ્રમાણ કરવામાં ઉપયેગી છે. કાલાદિ પાંચ સમવાયના સામર્થ્યથી જીવકર્મીનું ગ્રહણ, ધારણ, ભેગ અને શમન કરે છે, અર્થાત્ જેમાં જેમ અનંતી શક્તિ છે તેમ કર્મોની-પુદ્ગલની પણ છે, કે જેમનાથી પ્રેરાઈને જે સુખ દુઃખના ભાગી થાય છે. જે શુભાશુભ કર્મોને ગ્રહણ