________________ ( 12 ). આત્મોન્નતિ----- ખાવાની તેને નિયતિ (નિશ્ચયતા પણ હેવી જોઈશે, એટલે તે ફલ પામવાની તેની ભવિતવ્યતા હોવી જોઈશે. તેમજ તેમાં પૂર્વ જન્મના કૃત્યની પણ પૂર્ણ જરૂર રહેશે, કારણકે, પૂર્વ જન્મના કૃત્યથી તે ફલ પામવાની સ્થિતિ ન હોય તે વખતે ફળ પરિપકવ થયા વિના તુટી પડે, કહી જાય, યા નહીં તો કઈ જાનવર તેનું ભક્ષણ કરી જાય તેથી તેની આશાને ભંગ થઈ જાય માટે તેની પણ જરૂરીયાત માનવી પડશે, વળી તેમાં પુરૂષાર્થની પણ મુખ્યતા રહેશે, કારણ પુરૂષાર્થ કર્યા વિના કેઈ વસ્તુ મળી શકતી નથી. ઝાડનું લાલનપાલન પણ પુરૂષાર્થ વિના થઈ શકતું નથી. વરસાદ વરસતે હોય અને કઈ તૃષાતુર મનુષ્ય હાથને ખોબલે કરી તેમાં પાણુ ઝીલી પીશે તે તેની તૃષા છીપશે, નહીં તે કાંઈ પાણી તેના મુખમાં આવીને નહીં પડે, તે માટે કાર્યની સિદ્ધિમાં પુરૂષાર્થની પણ પૂર્ણ જરૂરીયાત માનવી પડશે. ભદ્ર સત્યચંદ્ર! આ પાંચ કારણે શિવાય કઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. જૈને એ પાંચ કારણોથીજ કાર્યની સિદ્ધિ માને છે. એ પાંચ કારણમાંથી એક કારણ માનનારા એકાંતવાદી કહેવાય છે. અને તે પાંચે કારણેને માનનારા જૈને અનેકાંતવાદી અથવા સ્યાદ્વાદવાદી કહેવાય છે. એ પાંચ કારણે એટલે પંચ સમવાયની પ્રેરણાથી જીવ જાણતા છતાં જેમ શુભ કર્મોને ગ્રહણ કરે છે, તેમ અશુભ કર્મોને પણ ગ્રહણ કરે છે. તે વિશે અનેક દષ્ટાંતે લાગુ પડે છે. રેગી માણસ ઔષધ ખાતે હેય તેને મના કરેલી હોય છતાં તે જીભના સ્વાદની પ્રેરણાથી કુપએ સેવે છે, ચેર ચેરી કરવી એ નઠારું અને ગુન્હા ભરેલું કામ છે, એમ જાણતાં છતાં પણ લેભને વશ થઈ ચેરીનું કામ કરે છે અને વ્યભિચારી માણસ તેનું નઠારું પરિણામ જાણતાં છતાં કામ વશ થઈ બીજાના ઘરમાં વ્યભિચાર કરવા પેશે છે. તેમના અંતરમાં રહેલે શુદ્ધ આત્મા તેમને મનાઈ કરે છે, છતાં તેઓ પરવશ થઈ પા૫ના કામ કરે છે. તેવી જ રીતે જીવ જાણતાં છતાં અશુભ કર્મોને ગ્રહણ કરે છે. મહાત્માના મુખથી આ ઉત્તર સાંભળી સત્યચંદ્ર ખુશી થયે. તેવામાં શોધકચઢે શંકા ઉઠાવી નીચે પ્રમાણે પ્રશ્ન કર્યો. ભગવન્! આ જગતમાં જ પિતપતાના કર્મ પ્રમાણે સુખ