________________ યાત્રા 3 જી. (101 ) સત્યચંદ્ર અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેમના સંસ્કારી હૃદયમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માના સ્વરૂપને ખ્યાલ આવી ગયે. અને જીવ તથા કર્મને અનાદિ સંબંધ સમજાઈ ગયું. તે સમયે સત્યચંદ્રના હૃદયમાં પુનઃ એક શંકા પ્રગટ થવાથી તે વિનયપૂર્વક બે. “ભગવન્! આપની ઉપદેશ વાણીએ અમારા સંશયરૂપ અંધકારને દૂર કર્યું છે, તથાપિ તે અંધકારને જરા પણ અંશ ન રહે, તેથી આ સંબંધમાં એક પ્રશ્ન પુછવાની ઈચ્છા થાય છે, તે આપ સાંભળી તેનું નિરાકરણ કરવા કૃપા કરશે. - મહાત્મા બોલ્યા-ભદ્ર સત્યચંદ્ર! જે પ્રશ્ન પુછવાને હોય તે ખુશીથી પુછે. તે પછી સત્યચંદ્ર આ પ્રમાણે બે -“ભગવાન ! કર્મો જડ છે, તેથી તે પિતાની મેળે આશ્રય લેવાને સમર્થ નથી અને આત્મા બુદ્ધ-ચેતના યુક્ત છે, તેથી તે સુખની ઈચ્છાવાળો હોઈ શુભ કર્મોને જાણતાં છતાં ગ્રહણ કરે પણ તે અશુભ કર્મોને જાણતાં છતાં કેમ ગ્રહણ કરે ? કારણકે, તે દુઃખને દ્વેષી છે. કયે વિદ્વાન પુરૂષ સ્વતંત્ર છતાં અશુભ વસ્તુને જાણી જોઈને ગ્રહણ કરે?” મહાત્મા બોલ્યા-“ભદ્ર! તારે પ્રશ્ન ઘટિત છે. તેને ઉત્તર સાવધાન થઈ શ્રવણ કર. આ સંસારમાં જેને સુખ દુઃખના હેતુરૂપ કર્મ છે અને તે શુભાશુભ કર્મો લેવાના નિમિત્તભૂત પાંચ કારણે છે. તે કારણોનાં નામ આ પ્રમાણે છે-૧ સ્વભાવ, 2 કાળ, 3 નિયતિ, 4 પૂર્વજન્મ કૃત, અને 5 પુરૂષાર્થ. કઈ પણ કાર્યની શરૂઆત યાત સિદ્ધિ એ પાંચ કારણોના સમેલન થયા વિના જીવને સંભવતી નથી. દાખલા તરીકે ધારે છે કે ઈ મનુષ્યની એવી ઈચ્છા થઈ કે, “આ ઝાડ ઉપરથી ફલ લાવીને મારે ખાવું” હવે અહીં વિચાર કરતાં જણાશે કે જે ઝાડનું ફળ ખાવા તે ઈચ્છા રાખે છે, તે ઝાડને સ્વભાવ ફળ આપનાર હવે જોઈએ; કારણકે, જે કઈ વાંઝીયા ઝાડના ફળને ખાવાની તે ઈચ્છા રાખે તે તેની ઈચ્છા આકાશ કુસુમવત્ સમજવી. માટે પ્રથમ તે ઝાડ ફળપ્રદાતા હોવું જોઈએ અર્થાત્ ઝાડને સ્વભાવ ફળ પ્રદાતા હવે જોઈએ. વળી તે ઝાડ હતુ આવ્યા વિના ફળ આપનાર નથી, કારણ હતુ વિના ફળ પાકતાં નથી તેથી ફળ ખાવાની ઈચ્છાવાળાએ કાળની રાહ જોવી જોઈએ. વળી તે ફળ