________________ યાત્રા 3 છે, (29) માં પૂરાએલે છે. તે આંખરૂપી જાળીથી આજુબાજુ જુવે છે, કાન રૂપી જાળીથી સાંભળે છે અને નાસિકા રૂપી જાળીના છિદ્રથી સારી કે નઠારી હવા લઈ શકે છે. જેમ કેદીને બારીએથી ખોરાક આપવામાં આવે છે, અને તે ગ્રહણ કરે છે. તેમ જવરૂપી કેદી મુખરૂપી બારીએથી ખોરાક લે છે. જેલની કેટડીમાં પૂરાએલા કેદીને અમુક દ્વારમાંથી નીહાર કરાવે છે, તેમ શરીરરૂપી કોટડીમાં પૂરાએલે કેદી જીવ ગુહ્ય ઇદ્રિયદ્વારા મળમૂત્રને ઉત્સર્ગ કરે છે. - જે નિર્મળ આત્મા છે, તે ગુન્હેગાર થતું નથી, એટલે તેને શરીર રૂપી કેટડીમાં પૂરાવું પડતું નથી. તેને ઇદ્રિ કે ઇદ્રિના વિષયે હેતા નથી. તે અરૂપી, અનંત જ્ઞાન અને અનંત શક્તિવાળો છે, તે સદા આનંદમાં જ રહે છે. અને તે આખા જગતના સ્વરૂપને જાણે છે. જે જીવ જેવાં જેવાં કર્મ કરે છે, તેવા તેવા શરીરરૂપી જેલની કોટમાં તે પૂરાય છે. જેમ કેદીને આસનકેદ, સખ્ત મજુરીની કેદ, અને નજર કેદ વગેરે જુદી જુદી જાતની કેદ મળે છે, તેમ જીવને તેના કર્મરૂપી ગુન્હા પ્રમાણે જુદા જુદા શરીરના કેદની શિક્ષા થાય છે. આ સંસારમાં જે મજુરી કરી જીવનારા છે, તે સમ્ર મજુરીની કદવાળા છે, જે સાધારણ સ્થિતિવાળા છે, તે આસનકેદી જેવા છે અને જે શ્રીમંત છે, તે નજરકેદી જેવા છે. એવી રીતે જો શરીરરૂપી કેદખાનામાં પડેલા છે. જે કેદી સંસારમાં સુખી નથી, તેમ રહેવા ઘર નથી, અન્નવસ્ત્ર મળતાં નથી, તે કેદી જેલખાનામાં જ રહેવું પસંદ કરે છે, કારણકે, ત્યાં તેને રહેવાનું, ખાવાનું અને ઓઢવાનું મળે છે. તેને કેદની મુદત પૂરી થાય કે પાછો તે ગુન્હો કરી કેદમાં પૂરાય છે અને તે જેલમાં સુખ માને છે, તેથી સદા જેલમાં રહી પોતાની જીંદગી પૂરી કરે છે. તેવી રીતે આત્મા રૂપી કેદી ઇન્દ્રિયના વિષયમાં સુખ માની શરીર રૂપી કારાગૃહમાં સદાકાળ પડે રહે છે અને દુઃખને સુખ માની બેસે છે. જે જીવના મનમાં તે શરીરરૂપી કેદમાંથી મુક્ત થવાની (મેક્ષની) ઈચ્છા રહે છે, તે ગુન્હો કરતાં ભય પામે છે અને આખરે તે આ સંસારરૂપ કેદખાનામાંથી છૂટી જાય છે અને મોક્ષે જાય છે. ભદ્ર શોધકચંદ્ર ! આ સંસારમાં આત્માને કર્મ બાંધવાનાં મુખ્ય