________________ (98) આત્મોન્નતિ, ---- છે, તે અંતરાત્મા કહેવાય છે. એટલે જેણે ચિત્તને ચિત્ત રવરૂપે જાણ્યું છે, રાગાદિક દોષોને રાગાદિક દોષ સ્વરૂપે જાણ્યાં છે અને આત્મા–ચેતના દ્રવ્યને આત્મસ્વરૂપે જાણે છે, તે અંતરાત્મા જાણે. અથવા છ દ્રવ્યને ગુણ પર્યાયથી સમ્યપણે સમજી, આત્મ દ્રવ્યમાં આત્મબુદ્ધિ ધારણ કરી અને બાકીના પાંચ અજીવ દ્રવ્યમાં અજીવ બુદ્ધિ રાખી જે વર્તે છે, તે અંતરાત્મા કહેવાય છે. પરમાત્મા. " निर्लेपो निष्कलः शुद्धो निष्पन्नोऽत्यन्त निर्वृतः / निर्विकल्पश्च शुद्धात्मा परमात्मेति वर्णितः // 1 // " જે નિર્લેપ (કમરહિત) છે, શરીરરહિત છે, શુદ્ધ છે, જેને રાગાદિ વિકારે નથી, તથા જે નિષ્પન્ન (સિદ્ધરૂ૫) છે, અત્યંત નિવૃત્ત છે. અવિનાશી સુખરૂપ છે તથા નિર્વિકલ્પ છે. જેમાં ભેદ નથી એવા શુદ્ધાત્માને પરમાત્મા કહેવાય છે.. | ( જ્ઞાનાર્ણવ.) તે પરમાત્મા કર્મમલથી રહિત કેવળજ્ઞાનદર્શન રૂપ છે એટલે શરીરાદિકના સંબંધથી વર્જિત છે અને શુદ્ધ એટલે દ્રવ્ય કર્મ અને ભાવકર્મથી રહિત છે, તેથી તે પરમ વિશુદ્ધ છે. આત્મા તેજ તું છે, આ દેખાતું શરીર તું નથી અને તે તારૂં નથી, તું એનાથી ભિન્ન-ચેતના લક્ષણવાળે છે. આ પ્રમાણે જેની બુદ્ધિ થયેલ છે, તે ભેદજ્ઞાની કહેવાય છે. જેમ હંસ મળેલા દૂધ અને પાણી પિતાની ચાંચથી જુદા કરે છે, તેમ આત્મા અને પુત્ર ગલ જે દૂધ અને પાણીની જેમ ભેગા મળી ગયેલા છે, તેને જુદા પાડી અતિ નિર્મલ શુદ્ધાત્મા થઈ તે પરમાનંદમાં ઝીલે છે. ભદ્ર! આ શરીર એક જેલખાનાની કોટડી છે. ચેરી કે વ્યભિચાર વગેરે કઈ ગુન્હો કરનાર માણસને જેલમાં પૂરવાની શિક્ષા થાય છે, ત્યારે તેને જેલની એક કેટડીમાં કેદી તરીકે પૂરવામાં આવે છે અને તેને દરવાજો બંધ કરવામાં આવે છે. એક લેઢાની જાળીથી તે કેદી બહાર જઈ શકે છે, તેના છિદ્રમાંથી સુગધી કે દુધી હવા લઈ શકે છે અને કોઈ પણ સાંભળી શકે છે. તેવી જ રીતે આત્માજુવે અનેક ગુન્હા કરેલા છે અને કરે છે, તેથી તે શરીરરૂપી કેટ