________________ યાત્રા 3 છે, (97) બકરી દીન થઈ જાય છે, તેમ પરવસ્તુમાં સ્વબુદ્ધિ ધારણ કરી કર્મરૂપ પાંજરામાં પડી અતિ દીન થઈ જાય છે. સર્વપ્રાણીઓમાં સમર્થ એ સિંહ જ્યારે પાંજરામાં પૂરાય છે, ત્યારે તેને કુતરા ભસે છે અને અનેક બાળકે કાંકરાના ઘા કરી તેની વિડંબના કરે છે, પણ તે સહન કરે છે, તેનામાં ઉગ્રશક્તિ રહેલી છે, છતાં તેનું કાંઈ ચાલતું નથી. તેવી રીતે શરીરરૂપી પીંજરામાં પડેલા આત્માની સ્થિતિ થાય છે, તે આત્મામાં ઘણી શક્તિ છે, પણ શરીર પ્રમાણે તેનામાં શક્તિ થઈ જાય છે. જેમ કે ઈ મનુષ્ય ઘણો જોરાવર હોય પણ જે તેનું શરીર રેગથી દબાઈ જાય તે તે શક્તિહીન થઈ જાય છે, તેથી શરીરની અંદર રહેલા આત્માની શક્તિ ઘટી નથી પણ શરીરની શક્તિ ઘટી ગઈ તેથી આત્મા નિર્બળ બની ગયું છે. આત્માની અનંતશક્તિ છે, પણ શરીરમાંજ આત્મબુદ્ધિ ધારણ કરનાર જીવ શરીરની શક્તિ મુજબ પિતાની શક્તિ માની બેઠે છે. હું કાળ, * હું ગેરે, હું યુવાન, હું વૃદ્ધ, હું સ્ત્રી, હું પુરૂષ, હું નપુંસક, હું રેગી, હું દરિદ્રી, આવી બુદ્ધિ શરીરને આત્મા માની થયેલી છે, પણ તે કહેલી અવસ્થા આત્માની નથી, તે આત્મા તે સદા એક સરખો છે, આવી અભેદ બુદ્ધિને લઈને આત્મા કર્મ બાંધી દુઃખી થાય છે. આ પ્રમાણે પરવરતુરૂપ શરીરને આત્મા માનનાર બહિરાત્મા રેગ, શોક, વિયેગ, અને વૈરભાવથી દુઃખને પાત્ર બને છે, તેથી બહિરાત્મપણું મહા દુઃખદાયક છે. તેના ગે આત્મા વારંવાર અનતિ વાર ચોરાશી લાખ જીવ એનિમાં પરિભ્રમણ કરી જન્મ, જરા અને મરણના મહા દુઃખ પામે છે, એમ શ્રી સર્વજ્ઞ ભગવાન કહે છે. અંતરાત્મા. " बहिर्भावानतिक्रम्य यस्यात्मन्यात्मनिश्चयः / सोऽन्तरात्मा मतस्तज्जैविभ्रमध्वान्त भास्करैः // 1 // " જે જીવને બાહ્યભાવો ઉલ્લંઘન કરીને આત્મામાં આત્માને નિશ્ચય થાય છે તે, ભ્રમરૂપ અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન આત્માને જાણનાર પુરૂષો વડે અત્તરાત્મા કહેવાય છે. (જ્ઞાનાર્ણવ.) રાગદ્વેષાદિ દોષ અને શરીરાદિ પદાર્થોમાંથી જેને ભ્રાંતિ ગયેલી