________________ આત્મતિ, તેને કાંઈ પણ દુઃખ જણાતું નથી. જો કે તેના શરીરમાંથી જીવ ગયેલ નથી પણ જીવને દુઃખ જાણવાની ચેતના દબાઈ જાય છે. અને શરીર તે જડ છે, તેથી તેને દુઃખ લાગતું નથી. જ્યારે દવાની અસર ઉતરી જાય છે, ત્યારે જ્ઞાનશક્તિ જાગ્રત થવાથી જીવને દુઃખ માલમ પડે છે. તે વિષે મદિરા પાન કરનારનું દષ્ટાંત પણ ઘટે છે. મદિરાપાન કરનારને જ્યારે મદિરશને નીચે ચડે છે, તે વખતે કોઈ તેને મારે કૂટે છે તે પણ તેને દુઃખ લાગતું નથી. તે રસ્તા વચ્ચે નગ્ન થઈને ફરે છે તેનું પણ ભાન હોતું નથી. શું તેનામાં જીવ નથી? જીવતે છે, પણ જ્ઞાનશક્તિ દબાઈ જવાથી તેને સુખ દુઃખનું ભાન હતું નથી. તેવી રીતે સન્નિપાતના રેગવાળા માણસને દેવતાના ડામ આપે છે, છતાં તેને ખબર પડતી નથી. તેથી ભદ્ર શોધકચંદ્ર! તમારે સમજવું કે, શરીર છે તે જડ છે અને તેના સુખ દુઃખને જ્ઞાતા જીવ છે, પણ શરીરમાં જીવનું મારાપણું છે તેથી તેને દુઃખ લાગે છે. વળી તે જીવ-આત્મા બાળક નથી, યુવાન નથી, વૃદ્ધ નથી, સ્ત્રી નથી, પુરૂષ નથી કે નપુંસક નથી. એ સર્વ અવસ્થા શરીરની છે, આત્માની નથી પણ આત્મા તે પિતાની માની બેસે છે. આત્માની ત્રણ પરિણતિ. ભદ્ર શેધકચંદ્ર! તે આત્માની ત્રણ પરિણતિ છે, તે જાણવાથી વિશેષ જ્ઞાન થશે, માટે તે સાવધાન થઈને સાંભળો. બહિરાત્મા, અંતઆત્મા અને પરમાત્મા એમ આત્માની ત્રણ પરિણતિ છે. બહિરાત્મા. "आत्मबुद्धिः शरीरादौ यस्य स्यादात्मविभ्रमात् / વહિાત્મા સવિયો મોનિદ્રાક્તતના ? " જે જીવની શરીરાદિ પરપદાર્થોમાં આત્માના ભ્રમથી આત્મબુદ્ધિ થઈ છે કે તેજ હું છું તેવી મોહરૂપી નિદ્રાથી જેની ચેતના અસ્ત થઈ ગઈ છે તે બહિરાત્મા કહેવાય છે. (જ્ઞાનાર્ણવ.) પરપદાર્થો પિતાના માની રાગદ્વેષના ગે આઠ કર્મ ગ્રહી અનેક નિઓમાં અવતાર ધારણ કરી વિવિધ પ્રકારના તીવ્ર દુઃખ પામે છે. તે આત્મા સિંહ સમાન છતાં જેમ કસાઈના હાથમાં આવેલી