________________ આત્મોન્નતિ. (92). ઉમર લાયક થશે તે તેને વિવાહ કર પડશે, તેમાં પણ ખર્ચ કરે પડશે, તેથી જે હું પરદેશમાં જાઉં તે વધારે કમાઈ શકું.” આ વિચાર કરી પિતાની સ્ત્રીને ઘર સોંપી તે વણિક પરદેશમાં કમાવા માટે ચાલ્યા ગયે. પૂર્વકાળે આજની માફક રેલવે કે ટપાલનાં સાધન નહતાં, તેથી તે પગ રસ્તે ઘણે દૂર જઈ રહ્યો ત્યાં તેને ઘરની કાંઈ પણ ખબર મળી નહિ. વિદેશમાં વસવાથી તે સારે ઉઘગે ચડે અને સારી કમાણી કરી. એમ કરતાં બાર વર્ષ વીતી ગયાં. ઘરથી પોતાને તેમ પિતાના તરફથી ઘેર કોઈ જાતના ખબર મળી શક્યા નહિ. તેને ઘેર તેની સ્ત્રી સગર્ભા હતી, તેણીએ એક પુત્રને જન્મ આપે. તે અનુક્રમે બાર વર્ષની વયને થયે. તે છેકરે નિશાળે ભણવા જતું હતું. ત્યાં બીજા છોકરાઓ તેને નબાપે કહી ખીજવવા લાગ્યા, એટલે તે છોકરે ઘેર આવી તેની મા પાસે રડવા લાગ્યા. માતાએ રડવાનું કારણ પુછતાં છોકરાએ કહ્યું કે, મને નિશાળના -- છોકરાઓ નબાપ કહી ખીજવે છે, તે મારે બાપ છે કે નહિ? તેની માતાએ કહ્યું. “બેટા! તારા બાપ પરદેશ કમાવાને ગયા છે. જ્યારે તું મારા પેટમાં હતું, ત્યારે તેઓ ગયેલા છે, આજે બાર વર્ષ થઈ ગયાં તે પણ તેમને કાંઈ પત્તે મળ્યું નથી.” છોકરાએ કહ્યું–મા! જે મને રજા આપે તે હું મારા બાપને તેડવા જાઉં અને તેમને તેડીને ઘેર આવીશ.” માતાએ કહ્યું,-“બેટા! તું નાની વયને છે અને વળી તારા બાપ ક્યાં છે, એની તને ખબર નથી તે તું ક્યાં જઈશ?” માતાનાં આ વચન સાંભળી છોકરાએ હઠ પકડીને કહ્યું કે, “મને જવાની રજા આપો નહિ તે હું મરીશ.” છોકરાની આવી હઠ જોઈ તેની માતાએ લાચારીથી તેને રજા આપી અને એક માણસને તેની સાથે એક પછી તેઓ બન્ને ચાલતા થયા. આણી તરફ તે છોકરાને બાપ ઘણું દ્રવ્ય ઉપાર્જન કરી ઘેર આવવા નીકળે. અર્ધ માર્ગે આવતાં એક મોટું શહેર આવ્યું. તે શહેરમાં આવેલી એક ધર્મશાળાની અંદર સારા ભાગમાં તેણે ઉતારે કર્યો. ધર્મશાળાના રક્ષકને ધન આપવાથી તેણે તેના ઉતારાની સારી