________________ યાત્રા 3 છે, (aa ) નથી. તેવી રીતે જે જીવ શરીર ઉપર મમત્વ બાંધે નહિ તે તે મરવામાં દુઃખ માને નહિ. તેને માટે આ પ્રમાણે લેક કહેવાય છે. " अहं ममेति मंत्रोऽयं मोहस्य जगदाध्यकृत् / अयमेवहि नपूर्वः प्रतिमंत्रोऽपि मोहजित् " // 1 // | (શ્રીમદ્ યશોવિજયજીકૃત જ્ઞાનસાર-મહાઇક.) હું અને મારું, એ મોહને મહામંત્ર જગતને અંધ કરી નાંખે છે, પણ જે એ મંત્રની સાથે ન ભેળવ્યો હોય, એટલે (તે) હું નહિ અને તે) મારું નહિ એમ પ્રતિ મંત્ર કર્યો હોય તે તે મેહને જિતનારો થાય છે.” એવી રીતે અહંતા અને મમતાને દઢ અભ્યાસ દૂર કરવાથી અંતે અક્ષય-અનંત-અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે. ભદ્ર શેધકચંદ્ર! આ વિષે વિચાર કરવાથી વધારે સ્પષ્ટીકરણ થશે. જે જીવ અત્યારે પિતાના ઘરને “આ મારું ઘર છે” એમ મમતા કરી રહ્યો છે, પણ તે ઘરે અનંતા છે મારું મારું કરી ચાલ્યા ગયા છે, તેમને પત્તે પણ નથી. તે ઘર તેમની સાથે ગયું નહિ, તેમનું તે થયું નહિ. તે ઘરને પિતાનું ઘર શી રીતે માનવું? તેમ જ જે સ્ત્રી, પુત્ર અને પુત્રી પિતાના માનીને બેઠા છે, પણ પૂર્વે અનંતા ભવમાં અનંતવાર તે સ્ત્રી, પુત્ર અને પુત્રીઓ જુદા જુદા સબંધમાં થઈ ગયેલા છે. કોઈ કોઈનું થયેલું જ નથી. આ શરીર પણ અનંતવાર બદલાયું છે અને અનંતવાર બદલાશે. તે શરીર પૂર્વ ભવે અનંતવાર રક્ષા થઈ ગયેલું છે. તે કેઈનું પણ થઈને રહેલું નથી. ભદ્ર શેધકચંદ્ર! આ ઉપરથી નિશ્ચયથી જાણજો કે, આ સંસારમાં જીવને જે જે દુઃખ થાય છે, તેનું કારણ મારાપણું છે--મમત્વ છે. તે ઉપર એક વણિકનું દષ્ટાંત કહેવાય છે. વણિકનું દૃષ્ટાંત કોઈ એક નગરમાં એક વણિક રહેતું હતું. તેને એક સ્ત્રી હતી. બને સ્ત્રી અને પુરૂષ સામાન્ય સ્થિતિમાં રહેતા હતા. તે વણિક માંડમાંડ કમાઈને પિતાને નિર્વાહ કરતો હતે. તે અરસામાં તેની સ્ત્રી સગર્ભા થઈ. આથી તે વણિકને વિચાર થયે કે, “હું ઘરના બે માણસને નિર્વાહ માંડ માંડ કરી શકું છું, જે હવે પુત્ર કે પુત્રી આવશે તે ત્રણ માણસને નિર્વાહ શી રીતે થઈ શકશે? વળી તે સંતાન