________________ યાત્રા 3 જી. ( 89) ભિન્ન ભિન્ન છે, માટે તે એક જ હોઈ શકે નહીં. તે આત્મા નિત્યઅવિનાશી છે અને શરીર અનિત્ય-નાશવંત છે. આત્મા અરૂપી છે અને શરીર રૂપી છે. આત્મામાં ચિતન્ય ગુણ એટલે જ્ઞાન છે અને શરીર જડ છે. શરીર સડણ પડણ અને વિધ્વંસન અથવા રૂપ, રસ, ગંધ અને સ્પર્શના સ્વભાવવાળું છે અને આત્મામાં તેવા પ્રકારને સ્વભાવ નથી. વળી શરીર, પુરૂષ, સ્ત્રી અને નપુંસક-એ ત્રણ વેદવાળું છે અને આત્મા એ ત્રણ વેદથી રહિત છે, તેથી શરીર અને આત્મા ભિન્ન ભિન્ન સ્વભાવવાળા હોવાથી શરીર એ આત્માથી ભિન્ન છે. તેમ જ હું અને મારું એ અન્ય પદાર્થ ઉપર આત્માને ભ્રમ થયેલ હોવાથી આ શરીર તે હું અને આ મારું શરીર એ પણ તેનું કે તેજ તે નહિં હોવાથી ભિન્ન છે. - મહાત્માનાં આ વચન સાંભળી શોધકચંદ્ર શંકા લાવી આ પ્રમાણે પુછયું, “ભગવન્! જ્યારે શરીર અને આત્મા ભિન્ન છે, ત્યારે જીવ પિતે શરીરે સુખી થવાથી સુખી અને દુઃખી થવાથી દુઃખી કેમ માને છે?” - મહાત્મા બોલ્યા-“ભદ્ર! જ્યારે શરીરને ઠંધન પુગુ સ્પર્શ છે, ત્યારે જીવ “મને ટાઢ વાઈ” એમ કહે છે જ્યારે શરીરને ગરમીના પુદ્ગલે સ્પર્શે છે, ત્યારે જીવ “મને શરીરે તાપ લાગે” એમ કહે છે અને જ્યારે કાંટો વાગે છે, ત્યારે જીવ કહે છે કે, “મને દુઃખ થયું.', આ ઉપરથી સિદ્ધ થાય છે કે, ઠંડ, તાપ અને દુઃખ થવાનું જ્ઞાન શરીરને થતું નથી, કારણકે, તે જડ છે અને તે જ્ઞાન આત્માને થાય છે. એવી રીતે સુખનું જ્ઞાન પણ જડરૂ૫ શરીરને ન થતાં આત્માને થાય છે. આ બધા સુખ દુઃખ શરીરને પિતાનું માનવાથી આત્માને થાય છે. જે કાંઈ પણ મમત્વ છે, તેથી જ દુઃખ થાય છે. જેમ મારું ઘર પડી ગયું, મારે કેટ જતું રહે અને મારી વીંટી ગુમ થઈ.” આમાં ઘર, કેટ, અને વીંટીમાં મારાપણું હતું, તેથી તે જવાથી દુઃખ થયું, પણ જે તે ઘર ભાડાનું હોય અને પડી જાય તે તેનું દુઃખ થતું નથી. અગર તે કેટ કે વીંટી બીજાને વેચાતી આપી હોય એટલે તેમાંથી મમત્વને નાશ થવાથી પછી તે કેટ અને વીંટી ગુમ થાય તે પણ મમત્વના અભાવને