________________ ( 88) આત્મોન્નતિ, આવે છે કે વરાળનું પાણી થઈ ચોમાસામાં જમીનમાં પડી તેમાં જુદા જુદા પદાર્થો મળવાથી તે પાણી જુદી જુદી જાતના પાછા થાય છે; પરંતુ સિદ્ધાત્માને ફરીથી નીચે ઉતરી જન્મ-મરણ કરવાં પડતાં નથી; કારણકે, સિદ્ધાત્માની અંદર અનંતજ્ઞાન અને અનંતશક્તિ છે, તેમ જ અરૂપી છે અને કર્મરૂપ બીજ બળી ગયું છે, અને જે વરાળ છે, તે જડ છે અને જડને સ્વભાવ રૂપાંતર થવાને છે. જેમ પાણીમાં જેવા જેવા રંગ તથા જેવા જેવા સ્વાદની વસ્તુ એ મળે, તેવા તેવા તેના રંગ તથા સ્વાદ થાય છે, તેવી જ રીતે આત્માની સાથે જેવા કેવા કર્મ પુદ્ગલે મળે છે, તેવા તેવા તેના રંગ, રૂપ અને સ્વભાવ થાય છે. જેમ પાણુ મરચાં સાથે મળવાથી તીખું થાય છે, અફીણ સાથે મળવાથી કડવું થાય છે અને સાકર સાથે મળવાથી ગળ્યું થાય છે, તેવી રીતે આત્મા તેવા તેવા જડકર્મો મળવાથી તે તે બને છે, કોલી, કટુભાષી, મધુરભાષી અને શાંત બને છે. જેમ સાકર મળવાથી પાણું ગળ્યું લાગે છે, તેમ જીવમાં તેવા ઉચ્ચ પુદ્ગલે મળવાથી, તેની વાણીમાં મીઠાશ લાગે છે. ઈત્યાદિ જે અનેક પ્રકારની વિચિત્રતા જોવામાં માલુમ પડે છે, તેનું કારણ પરમાણુઓમાં રહેલા અનેક પ્રકારના સ્વભાવે છે. આ ભેદ જીવને નથી પણ માત્ર જડ-પુદ્ગલેને છે. જ્યારે આત્મા નિર્મળ બને છે, ત્યારે તે નિર્મળ આત્મામાં એકસરખે સ્વભાવ રહે છે, તે સિદ્ધાત્મા–પરમાત્મા કહેવાય છે. વળી જેમ સુખડીઆ લેકે ખાંડના રમકડાં બનાવે છે, તે જુદી જુદી આકૃતિના થાય છે. ખાંડની ચાસણુ જેવા જેવા સંસ્થાના આકારમાં રેડવામાં આવે, તેવા તેવા ઘાટના રમકડાં તૈયાર થઈ નીકળે છે, પણ બધામાં ખાંડ એક જ છે, તેમ જીવ જેવા કેવા કર્મના પગલે મેળવ્યા હોય, તેવી તેવી જાતિની માતાના ઉદરરૂપ સાંચામાં જઈને દાખલ થાય છે અને તેવા પ્રકારના જીવના ઘાટ બને છે, પણ બધામાં જીવ એક છે. ભદ્ર શેધકચંદ્ર! આ ઉપરથી સિદ્ધ થયું કે, જે આ શરીર તે હું (જીવ) નહિ. શરીર એ જ જડ પુદ્ગલ છે અને હું જે આત્મા તે જડથી જુદો છું, કારણકે આત્માને સ્વભાવ અને જડને સ્વભાવ