________________
આપની કૃપા
બાલ મનિશ્રીની આવી પ્રચંડ મેધા અને નમ્રતાપર્ણ વ્યક્તિ જોઈ આચાર્યશ્રી તો રાજીના રેડ થઈ ગયા. તેઓ તરત જ પાટ ઉપરથી નીચે ઉતરી તેમને ભેટી પડ્ડયા અને કહ્યું : મહાત્મન્ ! તમે તો ધૂળમાં ઢંકાયેલા રત્ન છો. તમારા જેવા મેધાવઈ વિદ્યાર્થીને પ્રાપ્ત કરીને હું પણ ધન્ય બન્યો
છું. હવે તમે અહીં જ રહો. મારે તમને ભણાવવા છે. મારું જ્ઞાન તમને આપીને મારે નિભર વુિં થયું છે.'
“પજ્યવર ! અહીં અમારા માટે ઊતરવાની ખુબ જ તકલીફ છે. આ તો માત્ર ચૈત્યપરિપાટી માટે જ આવ્યા છીએ. આપ જાણો છો કે અમે સંવેગી સાધુ છીએ. અમારા માટે ઊતરવાનો તો નિષેધ છે'.
‘મુનિવર... તમારી વાત સાચી છે. પણ એ અંગે હવે ચિંતા કરશો નહિ. હું બધી વ્યવસ્થા છે કરાવી આપીશ. તમે તમારા ગુરુજીને આ જણાવશો. આચાર્યશ્રીની આવી કૃપા જોઈ બાલમુનિએ પોતાના
ગુરુજીને વાત કરી. તેઓ પણ ત્યાં રહેવા સમ્મત થયા. - આચાર્યશ્રી શાન્તિસૂરિજીએ તેમને ટંકશાળની પાછળ શેઠ દોહડિના મકાનમાં ઉતરવાની વ્યવસ્થા કરી આપી અને દરરોજ તેઓ પોતાનો ખાસ સમય કાઢીને બાલમુનિને ભણાવવા લાગ્યા. જોતજોતામાં તેઓ છયે દર્શનના પારગામી બની ગયા.
બસ, ત્યારથી પાટણમાં સંવેગી સાધુઓને ઊતરવાની સલભતા થવા લાગી.
પોતાનો જ્ઞાન-વારસો આપીને જાણે સંતુષ્ટ થયેલા આચાર્યશ્રી શાન્તિસૂરિજી ત્યાર પછી થોડા જ સમયમાં કાળધર્મ પામ્યા વિ.સં.૧૦૯૬).
આચાર્ય પદવી - વાદિવેતાલ આચાર્યશ્રી શાન્તિસૂરિજીની પરમ કૃપાથી મુનિચદ્ર મુનિ પણ મહાન વાદી બન્યા. તેમણે સાંભર (અજમેર પાસે)ના રાજા અણરાજની સભામાં શૈવવાદીને હરાવ્યો અને દિગંબરવાદી ગણચન્દ્રની સાથે રાજગચ્છીય આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજીના થયેલા વાદમાં તેઓશ્રીએ આ.
શ્રી ધર્મઘોષસૂરિજીને સહાય કરી હતી અને દિગંબરવાદીને હરાવ્યો હતો. આમ તેમને અનેક વાદોમાં વિજય મેળવીને શાસનની વિજયપતાકા ફરકાવી હતી. | મુનિચન્દ્ર મુનિની આવી અદ્ભુત યોગ્યતા જોઈ આચાર્યશ્રી નેમિચન્ટે તેમને આચાર્યપદથી અલંકૃત
કય.
(વિ. સં. ૧૧૨૯થી ૧૧૩૯ની વચ્ચેના ગાળામાં)
આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજીએ પોતાના ગુરુભાઈઓ, આનંદમુનિ, દેવપ્રભ મુનિ, માનદેવ મુનિને આચાર્યપદવી આપી હતી તથા શિષ્યોમાં અજિતપ્રભ દેવ (વાદી દેવસૂરિજી), રત્નસિંહ વગેરેને આચાર્યપદથી અલંકૃત કર્યા હતા.
પૂનમિયો ગચ્છ :
વિ.સં. ૧૧૪૯માં એક શ્રાવકે, વાદીભ આચાર્યશ્રી ચન્દ્રપ્રભ જેવા મોટા આચાર્ય બિરાજમાન હોવા છતાં આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. આથી ગુસ્સે ભરાયેલા આચાર્યશ્રી ચન્દ્રપ્રભે, સાધુઓ પ્રતિષ્ઠા ન કરાવી શકે, પૂનમના દિવસે પાખી પાળે વગેરે નવી પ્રરૂપણાવાળો પૂનમિયો ગચ્છ' ચલાવ્યો. ત્યારે આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજીએ “આવસ્મય સત્તરી’ બનાવી સંઘને સન્માર્ગ-દર્શન કરાવ્યું. આ વાતનો ઉલ્લેખ કરતાં તેમના પ્રશિષ્ય આચાર્યશ્રી મુનિભદ્ર (સં. ૧૪૧૦) શાન્તિનાથ મહાકાવ્યમાં કહ્યું છે ?