________________
કરતાં ખ્યાલ આવ્યો કે ભણાવનાર આચાર્યશ્રી એ બીજા કોઈ નહિ પણ વાદિવેતાલ આચાર્યશ્રી શાન્તિસૂરિજી હતા. તેમને યાદ આવ્યું : ઓહ! આ તો તે આચાર્યશ્રી, જેમણે ભોજરાજાની સભામાં ૮૪ વાદીઓને હરાવી જિન-શાસનની વિજયપતાકા ફરકાવી હતી. અને તે બદલ તેમને રાજાએ આપેલા ૮૪ લાખ દૂમ્મથી ધારામાં જિનાલયો બનાવ્યા હતા. તેમની આવી વાદશક્તિ જોઈને મહાકવિ ધનપાલે રાજા ભોજને કહેલું : “રાજન ! દરેક વિજય દીઠ જો આપ એક લાખ દૂન્મ આપવા જશો તો તિજોરી સાફ થઈ જશે. આમનું નામ ભલે શાન્તિસૂરિ હોય પણ તેઓ વાદીઓ માટે તો વેતાલ જેવા વિકરાલ છે. કવિની આ વાત વધાવીને રાજાએ તેમને “વાદવેતાલ તરીકે ઘોષિત કર્યા હતા. બાલમુનિને આ બધી સાંભળેલી વાતો યાદ આવવા લાગી. આવા મહાન આચાર્યશ્રીના આમ અચાનક જ દર્શન થઈ જશે, એવી તેમને કલ્પના જ ન હતી. તેમના મનમાં વિચાર સ્ફય આવા આચાર્યશ્રી પાસે હું પણ કેમ ન ભણું ? આવો મોકો મળે ક્યાંથી....... ?
તેઓ તરત જ ચાલતા પાઠમાં ધીરેકથી પહોંચી ગયા અને નમસ્કાર કરી સૌથી પાછળ બેસી ગયા. થોડીવારમાં જ તેઓને સમજાઈ ગયું કે આચાર્યશ્રી બૌદ્ધદર્શનના પ્રમેયવાદનો પાઠ આપી રહ્યા છે. પાઠ ખૂબ જ કઠીન હતો. ચર્ચા ઘણી જટીલ હતી, પણ તીક્ષ્ણ બુદ્ધિમત્તાના કારણે તેમને તો તદ્દન સરળ લાગવા માંડી.
તેમને પાઠમાં ખૂબ જ રસ પડયો. તેઓ દરરોજ પાઠમાં આવવા લાગ્યા.
દસ દિવસના અંતે આચાર્યશ્રીએ બત્રીશે ય શિષ્યોનો પાઠ સાંભળવા માંડ્યો. પણ અફસોસ....! બત્રીશમાંથી એક પણ શિષ્યને પાઠ આવડ્યો નહિ કે કઠીને ચર્ચા સમજાણી નહિ. આથી આચાર્યશ્રી નિરાશ બની ગયા. અરેરે ! બત્રીશમાંથી એક પણ પ્રતિભાશાળી નથી ? જો આટલો ય પાઠ નહિ સમજી શકે તો મારી પાટ સંભાળશે કોણ ? મારી વાદકળા અપનાવશે કોણ...? શું મારું જ્ઞાન મારી પાસે જ રહેવાનું ?
આચાર્યશ્રીનો હતાશ ચહેરો જોઈ બાલમુનિ મુનિચન્દ્ર તરત જ તેમની પાસે આવ્યા અને કહ્યું: પૂજ્યવર ! આપ જો આજ્ઞા ફરમાવો તો હું પાઠ સંભળાવું.
- આચાર્યશ્રીએ સામું જોયું. અપરિચિત ચહેરો જોઈ વિચારમાં પડી ગયા ? કોણ છે આ બાલમુનિ ? જે હોય તે પાઠ સાંભળવા તો દો. આચાર્યશ્રીએ કહ્યું કે તમે પણ પાઠ સંભળાવી શકો છો.'
અને તરત જ બાલમુનિએ દસે ય દિવસનો પાઠ કડકડાટ સંભળાવી દીધો. અને આચાર્યશ્રીએ જે કઠીન પ્રશ્નો પૂછ્યા તેના પણ ઉત્તરો આપી દીધા.
બાલમુનિની પ્રચંડ પ્રતિમા જોઈ આચાર્યશ્રી ચકિત થઈ ગયા. પૂછયું : મુનિવર! તમે કોણ છો ? કયા ગચ્છના ? ગુરુ કોણ છે ? પાઠમાં કયારથી આવો છો?
‘પૂજ્યશ્રી ! મારું નામ છે : મુનિચન્દ્ર મારા ગુરુજીનું નામ છે : આચાર્યશ્રી યશોભદ્રસૂરિજી મારા ગચ્છનું નામ છે : વડગચ્છ, હું દસ દિવસથી પાઠમાં આવું છું. આપને પૂછ્યા વિના જ પાઠમાં બેસી ગયો તો ક્ષમા કરશો. --- “બાલ મનિવર.... તમારા જેવાને હું પાઠ ન આપે તો કોને આપે ? મને પૂછયા વિના તમે
પાઠમાં બેસી ગયા. છતાં મને આનંદ થયો છે. આમેય હું મારું જ્ઞાન આપવા કોઈ પાત્રને શોધી શ્રી જ રહ્યો હતો. ત્યાં અચાનક જ તમે આવી ચઢ્યા. પણ મુનિવર ! તમે પુસ્તક ક્યાંથી મેળવ્યું ?
મારી પાસે પુસ્તક છે જ નહિ.” પુસ્તક વિના જ બધું યાદ રાખ્યું ?