________________
"सन्मार्ग प्रकाशांचकार भगवान् यो जीवमैत्री श्रयन्."
આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજી ખંભાતથી નાગોર સુધીના પ્રદેશમાં વિચર્યા હતા. તેમના પરિવારમાં ૫૦૦ સાધુઓ તથા અનેક સાધ્વીજી ભગવંતો હતા.
વિ.સં. ૧૧૭૮ ક.વ.૫ પાટણ મુકામે તેઓ લગભગ ૧૦૦ વર્ષની વયે સ્વર્ગવાસી બન્યા ત્યારે તેમના શિષ્ય વાદિદેવસૂરિજી, આબુ પાસે અંબિકાદેવીની સૂચનાથી આઠ દિવસ અગાઉ હાજર થઈ ગયા હતા.
ગુરુવિરહથી હતપ્રભ બનેલાં ચોધાર આંસુએ રડતા આચાર્યશ્રી વાદિદેવસૂરિજીએ તે વખતે ગુરુવિરહવિલાપ, મુણિચંદસૂરિશુઈ વગેરે ગુરુ પ્રત્યે પોતાનો સમપર્ણભાવ વ્યક્ત કરતા ગ્રન્થો રચ્યાં હતાં.
આચાર્યશ્રી વાદિદેવસૂરિજીએ દિગંબરવાદી કુમુદચન્દ્ર સહિત અનેક વાદીઓને જીતીને ગુરુનું નામ ઊજળું કર્યું હતું અને શાસનનું ગૌરવ વધાર્યું હતું.
વિ.સં. ૧૧૭૬માં “પિંડ વિસોહીની “સુબોધા' નામની ટીકામાં આચાર્યશ્રી યશોદેવસૂરિજીએ આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજીએ “શ્રુત-હેમ-નિકષ' કહ્યાં છે. એટલે કે તે યુગમાં આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજી શ્રુતની બાબતમાં સંઘમાં સીમાસ્તંભરૂપ હતા. તે સમયનો સમગ્ર સંઘ આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજીથી પ્રભાવિત હતો અને શાસન - પ્રભાવનાના કાર્યો તેમની નિશ્રામાં કરતો હતો. . વિ.સં. ૧૨૯૪માં મહેન્દ્રજીએ રચેલા “શતપદી' નામના ગ્રન્થમાં કહ્યું છે કે આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજી સાધુ નિમિત્તે બનાવેલી વસતિમાં રહેતા નહોતા. તેઓ વડગચ્છના હતા. તેઓ પોતાને ચૈત્યવાસીઓમાંથી નીકળેલા નહિ, પરંતુ પહેલેથી જ વસતિવાસી માનતા હતા. કેમ કે દેરાસર, પ્રતિમા, પોષાળ અને જૈનવંશો તો ચૈત્યવાસી પરંપરાના હતા.
આચાર્યશ્રી વિનયચન્દ્ર “મલ્લિનાથ ચરિત્રની પ્રશસ્તિમાં આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજીને સૈદ્ધાન્તિક’ તરીકે નવાજ્યા છે. તથા વિ.સં. ૧૩૮૪માં રચાયેલા “કલાવીચરિય'માં પણ આચાર્યશ્રીને સૈદ્ધાન્તિક' કહ્યા છે.
ગુવવિલીમાં આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીએ "श्रीमुनिचन्द्रमुनिन्दो ददातु भद्राणि संघाय" (ગુવવિલી શ્લોક - ૭૨) એમ કહીને શ્રી મુનિચન્દ્રસૂરિજીની સ્તુતિ કરી છે.
બૃહદ્દચ્છ પધે ગુવવિલીમાં શ્રીપાલ નામના મુનિએ કહ્યું છેઃ યશોભદ્રસુરિજી અને નેમિચન્દ્રસૂરિજીની માટે મુનિચન્દ્રસૂરિજી થયા. તેમનું બીજું નામ ચન્દ્રસૂરિજી પણ જાણવા મળે છે. તેમનું નામ જ શાન્તિક મંત્ર મનાય છે.”
પૂજય આચાર્યશ્રીએ રચેલા ગ્રન્થો : પૂ.આ. શ્રી મુનિચન્દ્રસૂરિજીએ ઘણા ગ્રન્થો રચેલા છે, તેમાંથી કેટલાકના નામ આ પ્રમાણે જાણવા મળે છે ? (૧) પ્રાભાતિક સ્તુતિ શ્લોક : ૯ (૨) અંગુલસત્તરિ સ્વોપજ્ઞ વૃત્તિ સહિત શ્લોક - ૭૦ (૩) વણસ્સઈ સત્તરિ શ્લોક - ૭૦
આવસ્મય સત્તરિ શ્લોક - ૭૦ (૫) ઉવએસ પંચાસિયા શ્લોક - ૫૦