________________
એ સ્થિતિ ઉત્પન્ન કરવા માટે ચૈત્યવંદન સૂત્રોની આવૃત્તિને આથી પણ વધુ સહેલી ભાષામાં, આબાલ ગોપાલ સૌ કોઈ સમજી શકે, તેવી સરલતમ શૈલીમાં અનુવાદિત થયેલી જોવાની અભિલાષા કોને ન હોય ? અથાતું સૌ-કોઈને હોય.
આજે તો આપણે કબૂલ કરવું જોઈએ કે પ્રતિદિન પ્રાતઃકાળ મધ્યાહ્નકાળ અને સાયંકાળ, ત્રણે કાળ ચૈત્યવંદનની ક્રિયા કરનાર હજારો નહિ બલ્ક જૈન સંઘના લાખો આત્માઓમાં તેના અર્થો છે અને રહસ્યો જાણનારા આંગળીના વેઢે ગણાય તેટલા પણ ભાગ્યે જ હશે.
આ સ્થિતિમાં પરિવર્તન લાવવું હોય તો આ ગ્રન્થના અભ્યાસીઓની સંખ્યા વધવી જ જોઈશે. પ્રસ્તુત અનુવાદ તેવા અભ્યાસીઓને આજ સુધી અલભ્ય એવું પ્રકાશન પુરું પાડે છે.
અનુવાદકે કરેલી મહેનત અને પ્રકાશકે ઉઠાવેલો શ્રમ સાર્થક બને તે ખાતર આ અનુવાદને આવકારદાયક સમજીને અર્થી આત્માઓ તેનો પુરે પુરો લાભ ઉઠાવે એવી અભિલાષા સાથે વિરમીએ છીએ. શ્રી મોહનવિજયજી જૈન પાઠશાળા જામનગર,
પં. ભદ્રંકરવિજયજી સં. ૨૦૧૫ શ્રાવણ સુદી ૧૧ ને શુક્રવાર. (આ. રામચંદ્ર સૂર સમુદાયના)
(લલિતવિસ્તરા ગુજરાતી અનુવાદ પ્રથમ ભાગમાંથી)
: