________________
મહાસત્તાની ઉપેક્ષા કે દ્રોહ થતો હોય અને તે દ્વારા અનંત સંસાર પરિભ્રમણનું મહા પાતિક લાગતું હોય, તો તેનાથી ઉગારી લેનાર તથા સાચી શ્રદ્ધાને જગાડનાર આ ગ્રન્થ માત્ર શ્રી સિદ્ધષિનો ઉપકારક
નહિ કિન્તુ તેનો આદર પૂર્વક અભ્યાસ વડે સત્ય તત્ત્વનો બોધ પામનાર પ્રત્યેક વ્યકિત ઉપર પણ હૈ તેટલો જ છે.
ધર્મનો પ્રારંભ જ પરોપકારની અને પરપીડા પરિહારની ભાવનાથી થાય છે. જેનામાં એ બેમાંથી એકે ભાવના નથી તેમાં ધર્મ જ ક્યાં છે ? | સર્વ ધર્મવાદીઓને આ વાત એકી અવાજે માન્ય છે. આ બન્ને ભાવનાની ટોચે પહોંચેલા શ્રી તીર્થકરોના આત્માઓ ધર્મ પ્રવૃત્તિના નાયક છે, ધર્મરથના સારથિ છે, ધર્મ સામ્રાજ્યના ચક્રવર્તી છે, એ હકીકતનું રહસ્ય આપણને લલિતવિસ્તરા વૃત્તિ સિવાય બીજાં કોણ સમજાવત ? અને જો એ ન સમજાવત તો આપણે આપણા ઉપકારી પ્રત્યે અને વિશ્વના પરમ ઉપકારી પ્રત્યે ભક્તિભાવ ક્યાંથી પ્રગટ કરત ?
લલિતવિસ્તરા ગ્રન્થના આવા કેટલાક ઉપકારો છે તે આપણે આ નાની પ્રસ્તાવનામાં ન સમાવી શકીએ. તે તો આ ગ્રન્થનો અભ્યાસ કરવો એ કાંઈ સામાન્ય કાર્ય નથી, તેની પંક્તિએ ન્યાય ભરેલો છે. દર્શન શાસ્ત્ર ભરેલું છે, તર્ક શાસ્ત્ર ગુંથેલું છે. વ્યાકરણ શાસ્ત્ર, અલંકાર શાસ્ત્ર અને સાહિત્ય શાસ્ત્ર, પણ અહીં અદ્ભુત રીતે સંકલિત થયેલાં જોવા મળે છે, તેને વાંચવાનું કામ એ જ જો દુષ્કર છે, તો પછી તેને કેવળ વાંચવું જ નહિ, પણ વિચારવું, પચાવવું અને પ્રચલિત ભાષામાં ઉતારવું એ કેટલું દુષ્કર ગણાય ? છતાં તે કાર્ય અમુક અંશે થયેલું આપણી સામે આજે નજરે જોવાય છે.
લલિતવિસ્તરા ગ્રન્થનો અનુવાદ કરવામાં અનુવાદ કરનાર મુનિશ્રીને કેટલો શ્રમ પડયો હશે, ઉચ્ચ કોટિના સંસ્કૃતને ગુજરાતી ભાષામાં રજુ કરવા માટે બુદ્ધિને કેટલી કસવી પડી હશે, તે તો તે વિષયના અનુભવીઓ જ જાણી શકે.
આટલું કષ્ટ ઉઠાવવા છતાં કહેવું પડશે કે પ્રસ્થમાં જે ભાવો ભય છે, તેનો એક શતાંશ પણ અનુવાદમાં ઉતરી શક્યો નથી એ ખામી અનુવાદકની છે એમ માનવા કરતાં ગ્રન્થની ગહનતા જ એવી છે કે સમર્થમાં પણ ઐદયુગીન વિદ્વાનો અને અન્ય ભાષામાં ઉતારવાનો પ્રયાસ કરે તો પણ અમૂક ખામી રહી જવાની.
આપણા વર્તમાન સાધુ સંઘમાં આવા ગહન વિષયવાળા ગ્રન્થોના અભ્યાસ કરવાની, તેનું વાચન અને મનન કરવાની શુભ વૃત્તિઓ વધતી જાય છે, તે એક ઘણું શુભ ચિન્હ છે.
આ ગ્રન્થ ઉપર આવા એક જ અનુવાદ નહિ પણ જુદાજુદા અભ્યાસીઓ દ્વારા અનેક અનુવાદો થવાની આવશ્યકતા છે અને એ રીતે અનેકના પરિશ્રમના અંતે એક સમય એવો આવવાની @ આશા રાખીએ કે જ્યારે ચૈત્યવંદનના સૂત્રો બોલતી વખતે તેના અર્થની ભાવનાથી ઓતપ્રોત બનેલો
હોય.