________________
द्वितीयो भाग / सूत्र - १-२, द्वितीय किरणे પંચેન્દ્રિયોને હોય છે. મનરૂપ નિમિત્તજન્ય, વિશદ અવભાસ (પ્રત્યક્ષ) માનસ સુખ આદિ રૂપ જ્ઞાન કહેવાય છે, કેમ કે-ત્યાં ચક્ષુ આદિ ઇન્દ્રિયોના વ્યાપારનો અભાવ છે.
૦ ઇન્દ્રિય-મનરૂપ ઉભયજન્ય વિશદ અવભાસ (પ્રત્યક્ષ) પંચ ઇન્દ્રિયોનું ઘટ આદિ રૂપાદિ ચાક્ષુષ આદિ રૂપ જ્ઞાન જાણવું.
લક્ષણ – ઇન્દ્રિયજન્યત્વે સતિ મનોજન્યત્વે સતિ ઇન્દ્રિય-મન ઉભયજન્યત્વે સતિ વિશદ અવભાસત્વ, એ સાંવ્યવહારિક પ્રત્યક્ષનું લક્ષણ છે.
પદકૃત્ય – જો “ઇન્દ્રિયજન્ય વિશદ અવભાસત્વ' એમ કહેવામાં, સુખાદિ વિષયક માનસ પ્રત્યક્ષમાં અવ્યાપ્તિ આવે છે, માટે તેના વારણ માટે “મનઃ' એવું પદ મૂકેલ છે.
મનોજન્ય વિશદ અવભાસત્વ કે ઇન્દ્રિય-મન ઉભયજન્ય વિશદ અવભામત્વ' એમ કહેવામાં એકેન્દ્રિય આદિના પ્રત્યક્ષમાં આવ્યાપ્તિ આવે છે, માટે તેના વારણ માટે ઇન્દ્રિયજન્ય વિશદ અવભાસત્વ પણ વિવક્ષિત કરેલ છે.
૦મૃતિ-પ્રત્યભિજ્ઞાન આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “વિશદ અવભામત્વ' કહેલ છે.
વળી ઇન્દ્રિય-મનરૂપ ઉભયજન્ય વિશદ અવભાસત્વ તો લક્ષણમાં દાખલ નહીં કરવું જોઈએ, કેમ કેફળનો અભાવ છે.
વળી પંચેન્દ્રિયના ચાક્ષુષ આદિ પ્રત્યક્ષ અને માનસ પ્રત્યક્ષ, ઇન્દ્રિયથી કે મનથી જન્ય છે. તથાચ ઇન્દ્રિયમનોઠન્યતરજન્ય વિશદ અવભાસત્વ, સાંવ્યવહારિક પ્રત્યક્ષનું લક્ષણ જાણવું. અહીં મનઃપદ ઉપલક્ષક છે સ્વબોધક અને પોતાનાથી બીજાનું બોધક છે), માટે ઓઘસંજ્ઞાનું મનઃપદથી ગ્રહણ કરવું. ઓઘસંજ્ઞા એટલે સામાન્ય-અવ્યક્ત ઉપયોગરૂપ વિશેષ વગરનું જ્ઞાન. આ ઓઘસંજ્ઞાના જ્ઞાનમાં ઇન્દ્રિય આદિ નિમિત્ત નથી, ફક્ત મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમવિશેષ જ કારણ છે. જેમ કે-વેલડી આદિનું (છાપરાના આગળનો ભાગ) નેવાં-વાડ-વૃક્ષ આદિ તરફ જવાના જ્ઞાનરૂપ ઓઘજ્ઞાન છે.
સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં, કેટલાંક જ્ઞાનોમાં આલોક-વિષય-ઇન્દ્રિયો-અપેક્ષા કારણો છે, કેમ કે-પ્રકાશવિષય ઇન્દ્રિય હોય છતે જ્ઞાનનો ઉદય દેખેલો છે. ત્યાં પણ અંતરંગ અપેક્ષાકારણ ઇન્દ્રિયો છે. પારમાર્થિક કારણ તો સર્વ ક્ષયોપથમિક જ્ઞાનવ્યાપક ક્ષયોપશમ છે. ઇતિ.
ननु किन्तावज्ज्ञानस्य विशदावभासत्वं, नेन्द्रियार्थसन्निकर्षोत्पन्नत्वं चाक्षुषज्ञानेऽव्याप्तेश्चक्षुषोऽप्राप्यकारित्वेनार्थसन्निकर्षाभावात् । नापि प्रतीत्यन्तराव्यवधानेन प्रतिभासमानत्वमीहादिषु सन्देहाद्यपेक्षिष्वव्याप्तेः । न चान्यान्येन्द्रियव्यापारादेवेहादीनामुत्पत्तेर्न तत्र संशयादीनामपेक्षेति वाच्यमनुभवपराहतत्वात्सन्देहादिभ्यो जायमानत्वेनैवेहादीनां प्रतीयमानत्वात् । न चावग्रहेहापायधारणा एकसंवेदनरूपास्ततः प्रतीत्यन्तराव्यवधानेन प्रतिभासमानत्वमक्षतमेवेति वाच्यं स्याद्वादिभिरस्माभिस्तेषामेकत्वस्येवानेकत्वस्यापि स्वीकृतत्वादव्याप्तिः स्थास्यत्येवेत्याशङ्कायामाह -