________________
तत्त्वन्यायविभाकरे अनुमानादिभ्यो विशेषप्रकाशनाद्विशदत्वमस्य ॥३॥ __अनुमानादिभ्य इति । विशेषप्रकाशनादिति, नियतवर्णसंस्थानार्थाकाराणां प्रतिभासनात. अनुमाने च तदभवादिति भावः । ज्ञाने च विशदावभासत्वं प्रबलतरज्ञानावरणवीर्यान्तरायकर्मक्षयोपशमविशेषाद्भवति, न पदार्थधर्मो विशदावभासत्वं सर्वदा तस्य तथैवावभासप्रसङ्गाद्रूपादिवदिति ॥
જ્ઞાનમાં વિશદ અવભાસત્વ શું છે?
૦ સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં વિશદ અવભાસત્વ ઈન્દ્રિયાર્થ સંનિકર્ષ જ ત્વરૂપ નથી, કેમ કે-ચક્ષુ અપ્રાપ્ય પ્રકાશકારી હોઈ, અર્થવિષયની સાથે સંયોગસંબંધનો અભાવ હોઈ ચાક્ષુષ પ્રત્યક્ષ જ્ઞાનમાં અવ્યાપ્તિ છે.
૦ પ્રતીતિ અંતર(જ્ઞાનાન્તર)ના અવ્યવધાનદ્વારા પ્રતિભાસમાનત્વરૂપ વિશદાવભાસત્વ અહીં નથી, કેમ કે-સંદેહજ્ઞાન આદિની અપેક્ષાવાળા ઈહા આદિ જ્ઞાનમાં અવ્યાપ્તિ છે.
શંકા – જુદી જુદી ઇન્દ્રિયોના વ્યાપારથી જ ઈહા આદિની ઉત્પત્તિ હોવાથી ત્યાં ઈહા બાદ સંશય આદિની અપેક્ષા નથી જ ને?
સમાધાન – આ તમારું કથન અનુભવથી બાધિત છે, કેમ કે-સંદેહ આદિથી જ ઉત્પન્ન થતા દુહા આદિ પ્રતીતિવિષય બને છે.
શંકા – અવગ્રહ-ઇહા-અપાય-ધારણા એક સંવેદન(મતિજ્ઞાન)રૂપ છે, તેથી પ્રતીતિ અંતરજ્ઞાનાન્તરના અવ્યવધાનદ્વારા પ્રતિભાસમાનપણું અક્ષત છે જ ને?
સમાધાન – અમોએ-સ્યાદ્વાદીઓએ તે અવગ્રહ-ઇહા-અપાય-ધારણા આદિમાં અપેક્ષાએ એકપણાની માફક અનેકપણાનો પણ સ્વીકાર કરેલ હોવાથી અવ્યાપ્તિ સ્થિર જ રહેશે જ. આથી શંકામાં કહે છે કે –
ભાવાર્થ – “અનુમાન આદિ કરતાં વિશેષોના પ્રકાશનથી આ સાંવ્યવહારિક પ્રત્યક્ષનું વિશદપણું છે.” વિવેચન – અનુમાન-આગમ આદિ પરોક્ષ પ્રકારો કરતાં વિશેષથી–નિયત-વર્ણ-સંસ્થાન-પરિમાણ આદિ અર્થના આકારરૂપ વિશેષોનું પ્રતિભાસનરૂપ સ્પષ્ટત્વ આ સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં છે. જેવો પ્રત્યક્ષમાં, વિષયના નિયત-વર્ણ-સંસ્થાન આદિ ભાસે છે, તેવો વિશેષ અવભાસ અનુમાન આદિમાં નથી. આવી સ્પષ્ટતા સઘળા પ્રત્યક્ષમાં વર્તે છે. ૦ જ્ઞાનમાં વિશદ અવભાસત્વ, પ્રબલતર જ્ઞાનાવરણીય-
વન્તરાયકર્મના ક્ષયોપશમવિશેષથી થાય છે, પરંતુ વિશદ અવભાસત્વ પદાર્થનો ધર્મ નથી. જો પદાર્થધર્મ માનવામાં આવે, તો સર્વદા તેનો તે પ્રકારે જ અવભાસનો પ્રસંગ આવી જાય ! જેમ કે-રૂપ આદિ પદાર્થધર્મ છે તેમ આ નથી.