________________
३२
तत्त्वन्यायविभाकरे
પ્રતિપાતિ અવધિનું વર્ણન
ભાવાર્થ – “ઉત્પન્ન થયા બાદ પડવાના સ્વભાવવાળો ‘પ્રતિપાતી' કહેવાય છે.”
વિવેચન – ઉત્પત્તિ પછી કેટલાક કાળ સુધી રહી ત્યારબાદ ધ્વંસના સ્વભાવવાળો ‘પ્રતિપાતિ અવધિ.’ અહીં આ ભાવ છે કે—અવધિજ્ઞાન આવરણના ક્ષયોપશમથી જન્ય અવધિજ્ઞાનના નિર્ગમ-પ્રગટ થવાના કે જવાના સ્થાનો ઓરડાની જાળીઓની અંદર રહેલ દીપકની પ્રભા નિર્ગમસ્થાન સમાન, તીવ્ર-મધ્યમમંદદ્વારમાં ઉપયોગી ફડ્ડકો છે. જેમ કે- અનુગામી અપ્રતિપાતિ ફડ્ડકો તીવ્ર શુદ્ધિયુક્ત હોઈ તીવ્ર કહેવાય છે. તે ફહુકો એક જીવને સંખ્યાતા અને અસંખ્યાતા હોય છે. ત્યાં એક ફડ્ડક ઉપયોગમાં પ્રાણી નિયમથી સઘળા ફડકો સાથે ઉપયોગવાળો થાય છે, કેમ કે-એક ઉપયોગ છે. જેમ કે-એક નેત્રના ઉપયોગમાં બીજા નેત્રનો ઉપયોગ. આ ફહુકો (ફાડાઓ) અનુગામી, અનનુગામી અને મિશ્રના ભેદથી ત્રણ પ્રકારવાળા છે. આ ત્રણના પણ દરેકના ત્રણ ત્રણ ભેદો છે. અનુગામી=પ્રતિપાતિ, અપ્રતિપાતિ અને મિશ્ર. મિશ્ર=પ્રતિપાતી, અપ્રતિપાતી અને મિશ્ર. અનનુગામી=પ્રતિપાતિ, અપ્રતિપાતિ અને મિશ્ર. આ ફડ્ડકો મનુષ્યોમાં અને તિર્યંચોમાં જે અવધિજ્ઞાન છે તેમાં જ હોય છે, દેવ-નારકીના અવિધમાં નહીં.
अथाप्रतिपातिनमाह
-
तद्विपरीतोऽप्रतिपाती ॥ १८ ॥
तद्विपरीत इति । प्रतिपातिविपरीत इत्यर्थः । तत्र नैरयिकभवनपतिवानमन्तरज्योतिष्कवैमानिका अनुगाम्यप्रतिपात्यवधय एव तिर्यक्पञ्चेन्द्रियाणान्तु षडपि ॥
હવે અપ્રતિપાતિ અવધિનું કથન
ભાવાર્થ – “તેનાથી વિપરીત ‘અપ્રતિપાતી’ કહેવાય છે.
વિવેચન – પ્રતિપાતિથી વિપરીત ‘અપ્રતિપાતી' કહેવાય છે. નારકી-ભવનપતિ-વ્યંતર-જ્યોતિષીવૈમાનિકો, અનુગામી-અપ્રતિપાતી અવધિવાળા જ હોય છે. તિર્યંચ સંશીપર્યાપ્ત પંચેન્દ્રિયોને અને ગર્ભજ આદિ વિશિષ્ટ મનુષ્યોમાં છ ભેદો અવધિના સંભવે છે.
अथ मनःपर्यवं लक्षयति -
संयमविशुद्धिहेतुकं मनोद्रव्यपर्यायमात्रसाक्षात्कारि ज्ञानं मनः पर्यवः । स ऋजुमतिविपुलमतिभेदेन द्विविधः ॥ १९ ॥
संयमेति । मनोद्रव्यपर्यायमात्रसाक्षात्कारिज्ञानत्वं लक्षणम् । संयमविशुद्धिहेतुकमिति तु अप्रमत्तत्र्त्वार्द्धप्राप्तिक्षान्त्यादिमत वेदमिति सूचनाय । मात्रपदं अवधिज्ञाने केवले वाऽतिव्याप्तिवारणाय । अवधिर्हि मनस्साक्षात्कार्यपि स्कन्धान्तरसाक्षात्कारीति न दोष:, एवं केवलेऽपि । न च मनस्त्वपरिणतस्कन्धालोचितं बाह्यमप्यर्थं मनः पर्यवज्ञानं साक्षात्करोती