________________
द्वितीयो भाग / सूत्र - १४-१५-१६-१७, प्रथम किरणे
૧વિવેચન – છ (૬) પ્રકારની હાનિઓ પૈકી અહીં પહેલી અને છેલ્લી હાનિના પરિત્યાગપૂર્વક ચાર પ્રકારની હાનિ લેવી. અવધિના વિષયભૂત ક્ષેત્ર અને કાળમાં અનંતપણાનો અસંભવ હોઈ અનંત ભાગહાનિનો અને અનંત ગુણહાનિનો અસંભવ છે. વળી દ્રવ્યની અપેક્ષાએ અનંત ભાગહાનિ અને અનંત ગુણહાનિ-એમ બે પ્રકારની જ હાનિ છે, કેમ કે-સ્વભાવ જ છે. પર્યાયભાવની અપેક્ષાએ તો છ (૬) પ્રકારવાળી પણ હાનિ હોય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-પર્યાયોના સંયોગમાં એકની હાનિમાં બીજાની પણ હાનિ, પરંતુ વૃદ્ધિ નથી. તથા દ્રવ્ય આદિના ભાગે કરી હાનિમાં બીજાની પણ ભાગે કરી પ્રાયઃ હાનિ છે, પરંતુ ગુણે કરી નહિ. તેમજ ગુણોની અપેક્ષાએ હાનિમાં બીજાની પણ ગુણથી હાનિ છે, પરંતુ ભાગથી હાનિ નહીં. આ પ્રમાણે વૃદ્ધિમાં પણ વિચારવું.
वर्धमानमाह - स्वोत्पत्तितः क्रमेणाधिकविषयी वर्धमानः ॥ १६ ॥
स्वोत्पत्तित इति । यावत्क्षेत्रं प्रथमावधिज्ञानिना दृष्टं ततः प्रतिसमयसंख्यातभागवृद्धि कश्चित्पश्यति कोऽपि संख्यातभागवृद्धि अन्यस्तु संख्यातगुणवृद्धिमपरश्चासंख्यातगुणवृद्धिमित्येवं वृद्धिमानवधिरित्यर्थः ॥
વર્ધમાનનું કથન ભાવાર્થ – “પોતાના ઉત્પત્તિક્ષેત્રની અપેક્ષાએ ક્રમથી અધિક વિષયવાળું અવધિજ્ઞાન, એ વર્ધમાન.” વિવેચન – જેટલું ક્ષેત્રે પ્રથમ અવધિજ્ઞાની વડે દેખાયું, તેના કરતાં સમયે સમયે, ૧-અસંખ્યાત ભાગવૃદ્ધિને કોઈક દેખે છે, તો કોઈક ર-સંખ્યાત ભાગવૃદ્ધિને દેખે છે. બીજો તો ૧-સંખ્યાતગુણવૃદ્ધિને દેખે છે અને કોઈક ૨-અસંખ્યાત ગુણવૃદ્ધિને દેખે છે. આ પ્રમાણે વૃદ્ધિવાળું “વર્ધમાન અવધિ' કહેવાય છે. [અહીં અનંત-ભાગવૃદ્ધિ નથી, કેમ કે–અવધિવિષયભૂત ક્ષેત્ર-કાળમાં અનંતપણાનો અસંભવ છે.]
प्रतिपातिनमाचष्टे - उत्पत्त्यनन्तरं पतनशीलः प्रतिपाती ॥१७॥
उत्पत्तीति । उत्पत्त्यनन्तरं कियन्तमपि कालं स्थित्वा ततो ध्वंसनस्वभाव इत्यर्थः । अत्रायं भावः, अवधिज्ञानावरणक्षयोपशमजन्यावधिज्ञाननिर्गमस्थानानि फडकान्युच्यन्ते । तानि चैकजीवस्य संख्यान्यसंख्येयानि च भवन्ति तत्र चैकफड्डकोपयोगे च जन्तुनियमात्सर्वत्र सर्वैरपि फडकैरुपयुक्तो भवत्येकोपयोगत्वात् जीवस्यैकलोचनोपयोगे द्वितीयलोचनोपयोगवत् । एतानि च फड्डुकानि त्रिधा भवन्ति, अनुगामुकानि अननुगामुकानि मिश्राणीति । एतानि च पुनः प्रत्येकं त्रिधा भवन्ति प्रतिपातीन्यप्रतिपातीनि मिश्राणि च एतानि च मनुष्यतिर्यक्षु योऽवधिस्तस्मिन्नेव भवन्ति न देवनारकावधौ ॥