________________
तत्त्वन्यायविभाकरे
વિવેચન – જે ઉત્પન્ન થયેલું આ અવધિજ્ઞાન દેશાન્તર(ક્ષત્રાન્તર)માં જતાં સ્વામીની સાથે નેત્ર આદિની માફક જાય છે, તે અનુગામી અવધિજ્ઞાન. આ જ અવધિજ્ઞાન દેવ અને નારકીઓને હોય છે..
अननुगामिनमाह - उत्पत्त्यवच्छेदकशरीरावच्छेदेनैव विषयावभासोऽननुगामी ॥ १४ ॥
उत्पत्तीति । शरीरपदमाश्रयपरं तथा च कायोत्सर्गस्थानादिपरिणामविशिष्टयादृशशरीरावच्छेदेनावधिरुत्पन्नः तत्स्थानादन्यस्थानमुपयातस्य तादृशपरिणामाभावेन तादृशशरीराभावादवधिरपि नश्यति तत्रैव स्थितस्य वर्तते च सोऽवधिरननुगामीत्यर्थः, अयं पूर्वश्चावधिर्मनुष्यतिरश्चां भवतीति भाव्यम् ॥
અનનુગામી અવધિજ્ઞાનનું લક્ષણ ભાવાર્થ – “ઉત્પત્તિક્ષેત્રના આધારે જ વિષયપ્રકાશક જ્ઞાન, એ અનનુગામી અવધિજ્ઞાન.” વિવેચન – અહીં શરીરપદનો અર્થ આશ્રય છે. તથાચ કાયોત્સર્ગ-સ્થાન આદિ, પરિણામવિશિષ્ટ યાદેશ (યથાવિધ) ક્ષેત્રના આધારે અવધિ ઉત્પન્ન થયો. તે સ્થાન થઈ બીજા સ્થાનમાં ગયેલાનો તથાવિધ પરિણામના અભાવથી અવધિ પણ નષ્ટ થાય છે. તે ક્ષેત્ર ઉત્પત્તિના ક્ષેત્રમાં રહેલાને વર્તે છે. તે અવધિ અનનુગામી' કહેવાય છે. આ અનનુગામી અને પૂર્વનો અનુગામી, બે અવધિજ્ઞાનો, ગર્ભજાદિવિશિષ્ટ મનુષ્ય અને સંજ્ઞીપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચોને હોય છે, એમ જાણવું
हीयमानमाचष्टे - स्वोत्पत्तितः क्रमेणाल्पविषयो हीयमानः ॥ १५ ॥
स्वोत्पत्तित इति । षड्विधहानिष्वत्र प्रथमान्तिमपरित्यागेन चतुर्विधा हानिर्लाह्या, अवधिविषयभूतयोः क्षेत्रकालयोरनन्तत्वासम्भवेनानन्तभागहानेरनन्तगुणहानेश्चासम्भवात् । द्रव्यापेक्षया चानन्तभागहानिरनन्तगुणहानिरिति द्विविधैव स्वाभाव्यात् । पर्यायापेक्षयातु षड्विधापि हानिर्भवति । द्रव्यक्षेत्रकालपर्यायाणां संयोगे एकस्य हानावपरस्यापि हानिन तु वृद्धिः, तथा द्रव्यादेर्भागेन हानौ अपरस्यापि भागेनैव प्रायो हानिन तु गुणेन तथा गुणेन हानौ अपरस्यापि गुणेनैव हानि तु भागेन । एवं वृद्धावपि भाव्यम् ॥
હીયમાન અવધિને કહે છે. ભાવાર્થ – “પોતાની ઉત્પત્તિના ક્ષેત્રની અપેક્ષાએ ક્રમે ક્રમે અલ્પ થતા વિષયવાળું અવધિજ્ઞાન, એ डायमान."