________________
६५२
तत्त्वन्यायविभाकरे હોય છે, ત્યારે પ્રાયઃ તેઓના શુભ વેધક શુભ દ્રવ્યાદિ સામગ્રી મેળવી, વિપાકોદયમાં આવેલાં, શરીરનું આરોગ્ય-ધનવૃદ્ધિ-વૈરની ઉપશાન્તિ-પ્રિયસંયોગ-ઈષ્ટકાર્યની સિદ્ધિ આદિ દ્વારા સુખજનક બને છે.).
अथोर्ध्वलोकं निरूपयितुमुपक्रमते - ततश्चोर्ध्वं किञ्चिदूनसप्तरज्जुप्रमाण ऊर्वीकृतमृदङ्गाकृतिरालोकान्तमूर्ध्वलोकः क्षेत्रत उत्कृष्टशुभपरिणामोपेतः ॥ ३५ ॥
ततश्चेति । रुचकोर्ध्वं नवयोजनशतानि परिहत्य तत ऊर्ध्वलोकस्यारंभात्किञ्चिन्यूनसप्तरज्जुप्रमाणतोव॑लोकस्येति भावः । ऊर्ध्वलोकस्याकारमाहो/कृतेति, तिर्यङ्मृदङ्गाकारव्यावर्तनायो/कृतेति विशेषणम् । वादिनविशेषो मृदङ्गो मध्ये दीर्घस्ततः प्रदेशहान्योपरिष्टादधश्च संक्षिप्तस्तथैवोललोको मध्ये पञ्चरज्जुप्रमाणः ऊर्ध्वाधस्तदूनप्रमाण इति भावः । लोकस्यास्योर्ध्वावधिमाहालोकान्तमिति ऊर्ध्वं यावल्लोकसमाप्तीत्यर्थः । ईषत्प्राग्भारोवंभागे सिद्धक्षेत्रावधिरिति भावः । क्षेत्रत इति अशुभतरपरिणामिनारकयोगाद्धि अधोलोकोऽशुभपरिणामी, शुभाशुभपरिणामिमनुष्ययोगात्तिर्यग्लोको मध्यपरिणामी, अतोऽपि तस्य मध्यलोक इति संज्ञा, क्षेत्रप्रचुरमध्यलोकापेक्षयोत्कृष्टशुभपरिणामिवैमानिकदेवयोगादवाप्तमोक्षाणां सिद्धानां निवासाच्चायं लोकः क्षेत्रत उत्कृष्टशुभपरिणामी, अथवाऽधोलोकतिर्यग्लोको क्षेत्रस्वभावादेवाशुभमिश्रपरिणामिनावूर्ध्वलोकोऽपि स्वस्वाभाव्यादुत्कृष्टशुभपरिणामी, यतो ह्यमुमतिस्तोकाः शुभकर्माणः क्षपितकर्माणो वाऽवाप्नुवन्ति, यथा यथाहि जीवस्य कर्ममलप्रध्वंसस्तथातथा जले तुम्बिकावदूर्ध्वं निर्मलस्थानप्राप्तिः, अत्र हि वर्तमानान् जना विशेषतस्सम्मानयन्तीति भावः ॥
ઊર્ધ્વલોકનું સ્વરૂપ ભાવાર્થ – “તે રુચકથી ઉંચે કાંઈક ન્યૂન સાત રજુપ્રમાણવાળો, ઉંચી કરેલ મૃદગના જેવી આકૃતિવાળો અને લોકના અંત સુધીનો ઊર્ધ્વલોક ક્ષેત્રની અપેક્ષાએ ઉત્કૃષ્ટ શુભ પરિણામસંપન્ન છે.”
વિવેચન – ચકથી ઉંચે નવસો યોજનોને છોડી, ત્યાંથી ઊર્ધ્વલોકનો આરંભ થતો હોવાથી કાંઈક ન્યૂન સાત રજુની પ્રમાણતા ઊર્ધ્વલોકની છે.
૦ તથ્ય મૃદંગના આકારના વ્યચ્છેદ માટે ઉભી કરેલ મૃદંગના જેવી આકૃતિવાળો ઊર્ધ્વલોક છે. મૃદંગ વાદિત્ર વિશેષ છે, જે મધ્યમાં દીર્ઘ છે. ત્યારબાદ પ્રદેશહાનિથી ઉપર અને નીચે સંક્ષિપ્ત છે. તેવી રીતે જ ઊર્ધ્વલોક મધ્યમાં પાંચ રજુપ્રમાણવાળો, ઉર્ધ્વ અને નીચે તેનાથી ન્યૂન પ્રમાણવાળો ઊર્ધ્વલોક છે.
૦ ઉંચે લોકની સમાપ્તિ સુધી આ ઊર્ધ્વલોક છે. ઈષપ્રાગભારા(સિદ્ધશિલા)ના ઊર્ધ્વભાગમાં ઊર્ધ્વલોકની સિદ્ધક્ષેત્ર સુધીની અવધિ છે.