________________
द्वितीयो भाग / सूत्र - ३४, द्वितीयः किरणे
६५१ एवमिति । पुनश्चेत्यर्थः, ज्योतिर्गणा इति, ज्योतिष्मद्विमानसमूहा इत्यर्थः, किं कुर्वन्तीत्यत्राह परिभ्रमन्तीति, प्रादक्षिण्येन परितो भ्रमन्तीत्यर्थः, कं परितो भ्रमन्तीत्यत्राह मेरुमिति मेरुभूधरमित्यर्थः, किं विप्रकृष्टास्सन्निकृष्टा वेत्यत्राहैकविंशत्युत्तरेति, ननु चेतनानां गतिर्लोके कारणवती दृष्टा, न च विमानस्थानां ज्योतिष्काणां गमने कारणमस्त्यत एतदयुक्तमितिचेन्न तेषां कर्मवैचित्र्येण गतिरतित्वात् इति भावः ॥ આ જ્યોતિષ્કોની ગતિવિશેષની પ્રતિપત્તિ માટે કહે છે કે
મેરુની પરિકમ્મા ભાવાર્થ – “વળી આ જયોતિવાળા વિમાનના સમુદાયો ૧૧૨૧ યોજન દૂરથી મેરુની પરિકમ્મા કરે છે.”
|| વિવેચન – આ જ્યોતિવાળા વિમાનના સમૂહો મેરુપર્વતની ચારેય બાજુએ પ્રદક્ષિણા પદ્ધતિથી ફરે છે. મેરુથી ૧૧૨૧ જોજન દૂર રહી મેરુની પ્રદક્ષિણા દે છે.
શંકા – ચેતનાવાળાઓની લોકમાં ગતિ કારણપૂર્વકની દેખાયેલી છે. વળી વિમાનસ્થ જ્યોતિષ્કોને ગમનમાં કારણ નથી, માટે આ ગતિનું નિરૂપણ શું અયુક્ત નથી?,
સમાધાન તે જ્યોતિષ્ક ગણો કર્મની વિચિત્રતાથી ગતિમાં રતિવાળા હોય છે. (જબૂદ્વીપમાં એક સૂર્ય મેરુના દક્ષિણભાગમાં ગતિ કરતો વર્તે છે, બીજો ઉત્તરભાગમાં ગતિ કરે છે. એક ચન્દ્રમા મેરુના પૂર્વભાગમાં અને બીજો ચન્દ્રમાં પશ્ચિમ ભાગમાં ગતિ કરે છે. આ ચારથી મનુષ્યોના સુખ-દુઃખ વિધાનો થાય છે. હંમેશાં મનુષ્યોના શુભ વેદ્ય અને અશુભ વેદ્યના ભેદથી બે પ્રકારના કર્મો હોય છે. સામાન્યથી કર્મોના વિપાકના હેતુઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવના ભેદથી પાંચ છે. શુભ વેદ્યકર્મો પ્રત્યે શુભ દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રી વિપાક-હેતુ છે, અશુભ વેદ્યકર્મો પ્રત્યે અશુભ દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રી વિપાક હેતુ છે. તેથી જ્યારે જેઓના જન્મનક્ષત્ર આદિ વિરોધી ચન્દ્ર-સૂર્ય આદિની ગતિ હોય છે, ત્યારે તેઓના પ્રાયઃ જે અશુભ વેદ્યકર્મો છે, તે અશુભ કર્મો તથાવિધ સામગ્રી પામીને વિપાક આપે છે. વિપાકોદયને પામેલ અશુભ કર્મો શરીરમાં રોગના ઉત્પાદનદ્વારા, ધનની હાનિ કરવાઢારા, અથવા પ્રિયના વિયોગના ઉત્પાદનદ્વારા, અથવા કજીયો થવાદ્વારા દુ:ખજનક બને છે. વળી જ્યારે તેઓનો જન્મ નક્ષત્ર આદિને અનુકૂળ ચંદ્ર આદિનો ચાર
१. अनेन चारेण मनुष्याणां सुखदुःखविधयो भवन्ति, मनुष्याणां कर्माणि सदा द्विविधानि, शुभवेद्यान्यशुभवेद्यानि चेति, कर्मणां विपाकहेतवस्सामान्येन पञ्च, द्रव्यक्षेत्रकालभवभावभेदात् । शुभवेद्यानां कर्मणां शुभद्रव्यक्षेत्रादिसामग्री विपाकहेतुः, अशुभवेद्यानाञ्चाशुभद्रव्यक्षेत्रादिसामग्री तथा । ततो यदा येषां जन्मनक्षत्रादिविरोधी चन्द्रसूर्यादीनां चारो भवति तदा तेषां प्रायो यान्यशुभवेद्यानि कर्माणि तानि तथाविधविपाकसामग्रीमवाप्य विपाकमायान्ति, विपाकमागतानि शरीररोगोत्पादनेन धनहानिकरणतो वा प्रियविप्रयोगजननेन वा कलहसम्पादनतो वा दुःखमुत्पादयन्ति, यदा चैषां जन्मनक्षत्राद्यनुकूलश्चन्द्रादीनां चारस्तदा प्रायस्तेषां शुभवेद्यानि कर्माणि शुभद्रव्यादिसामग्रीमधिगम्य प्रतिपन्नविपाकानि शरीरनीरोगताधनवृद्धिवैरोपशमनप्रियसम्प्रयोगाभीष्टप्रयोजननिष्पत्त्यादिना सुखमुपजनयन्तीति ॥