________________
द्वितीयो भाग / सूत्र - ९, प्रथम किरणे
જ્ઞાનમાં, બાધથી જ અપ્રમાણતાનો સ્વીકાર હોવાથી વળી પ્રકૃતમાં વિષયના બાધનો અભાવ છે. ભાવનાજન્ય પ્રાતિજજ્ઞાન પ્રમાણ છે, માટે જ કેવલજ્ઞાન ભાવનાજન્ય નહીં હોઈ, માત્ર આવરણના ક્ષયપૂર્વક આત્માથી જ જન્ય હોઈ સર્વથા પ્રમાણ છે.
શંકા – વ્યવહિત કામિની, વિભ્રમ આદિમાં, ભાવનામાં દોષપણાની કલ્પના કરવાથી ભાવનાનિષ્ઠ દોષથી જન્ય હોઈ, આ પ્રાતિજજ્ઞાનનું પણ અપ્રામાણ્ય થશે જ ને ? કેમ કે-વિષયબાધની માફક દોષજન્યત્વેન કાર્ય-કારણભાવ પ્રયોજક છે જ ને?
સમાધાન – ભાઈ ! કોઈક ભાવનામાં દોષપણું હોવા છતાં સર્વ ભાવનામાં દોષપણાના નિશ્ચયનો અભાવ છે. જો સર્વ ભાવનામાં દોષપણાની કલ્પના કરવામાં આવે, તો શંખમાં પીતત્વના ભ્રમ પ્રત્યે કારણભૂત પતિદ્રવ્યના સ્વવિષયવાળા જ્ઞાનમાં પણ અપ્રામાણ્યનું પ્રયોજકપણું થાય! માટે આ કાંઈ છે નહિ, કેમ કે-કવચિત્ જ કોઈ દોષ છે. આવો જ સ્વીકાર હોવાથી વિષયના બાધથી જ દોષજન્યત્વની કલ્પના છે.
દુષ્ટ કારણજન્ય પણ અનુમાન આદિમાં વિષયમાં બાધનો અભાવ હોવાથી પ્રામાણ્યનો સ્વીકાર છે.
શંકા – પરોક્ષજ્ઞાનજન્ય ભાવનામાં અપરોક્ષ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન)ના જનકપણાનો અસંભવ છે, કેમ કેવદ્વિવિષયક અનુમતિનું જ્ઞાન હજાર વાર આવૃત્તિવાળું છતાં, વહિના સાક્ષાત્કાર-પ્રત્યક્ષ માટે સમર્થ થતું નથી જ ને?
સમાધાન- તે ભાવનાજન્ય પ્રકૃષ્ટ જ્ઞાન આવરણ આદિના ક્ષયથી જ કેવલજ્ઞાનની ઉત્પત્તિ છે, કેમ કેઆ પ્રમાણેનો સિદ્ધાન્ત છે એવો સંક્ષેપ છે.
શંકા – “આવરણના ક્ષયથી કેવલજ્ઞાનની ઉત્પત્તિ છે.” આવો સિદ્ધાંત અસંગત છે. તથાપિ આ આવરણ શું શરીર કે દેશ-કાળ આદિ છે?
૦ પહેલું શરીર પણ આવરણ નથી, કેમ કે શરીરની વિદ્યમાનતામાં અર્થની ઉપલબ્ધિ થાય છે.
બીજું દેશ-કાળ આદિ રૂપ આવરણ નથી, કેમ કે-દેશકાળ અરૂપી છે અને પરમાણુ આદિ સૂક્ષ્મ સ્વભાવવાળા છે.
૦ મૂલ-ખીલા-પાણી વગેરેમાં ભૂમિ આદિનું આવરણપણું નહીં કહેવું, કેમ કે-અતિશય સમૃદ્ધિવાળા પણ યોગીથી આવા આવરણ આદિનો અભાવ કરી શકાતો નથી.
न चान्यत्किञ्चिदावरणं प्रसिद्धमित्याशङ्कायामाह - इदञ्च घातिकर्मक्षयाद्भवति ॥९॥
इदञ्चेति । घात्यघातिरूपेण पूर्वं प्रपञ्चितस्य द्विविधस्य कर्मणो मध्ये घातिकर्म आवरणं तत्क्षयतः केवलमुदेति । तथाहि यस्त्वविषयेऽप्रवृत्तिमत् तत्सावरणं दृष्टं यथा तैमिरिकस्यैक चन्द्रमसि चाक्षुषं विज्ञानम्, अप्रवृत्तिमच्चास्मदादिज्ञानं स्वविषये निखिलद्रव्यपर्यायलक्षणे । तस्मात्तत्रावरणमपेक्षितम्, तच्चान्यस्यासम्भवाद्धातिकर्मरूपमेव । न चास्मदादिज्ञानस्य