________________
तत्त्वन्यायविभाकरे
ज्ञानं सहस्रकृत्व आवृत्तमपि वह्निसाक्षात्काराय कल्पत इति वाच्यम्, तज्जन्यप्रकृष्टाऽऽवरणक्षयादेव केवलज्ञानोत्पत्तिरिति सिद्धान्तादिति संक्षेपः ॥
२०
नन्वावरणक्षयात्केवलज्ञानोत्पत्तिरित्यसङ्गतं, तथाहि किमिदमावरणं, शरीरं देशकालादिकं वा, नाद्यस्तत्सत्त्वेऽप्यर्थोपलम्भात्, न द्वितीयो देशकालयोरर्मूर्त्तत्वात् परमाण्वादेश्च सूक्ष्मस्वभावत्वात्, । न च मूलकीलकोदकादेर्लोकप्रसिद्धमेव भूम्याद्यावरणत्वमिति वाच्यम्, अतिशयसमृद्धिशालिनापि योगिनेदृशस्यावरणादेरभावस्य कर्त्तुमशक्यत्वात् ।
હવે કેવલજ્ઞાનનું લક્ષણ કહે છે.
ભાવાર્થ – ‘સમસ્ત દ્રવ્યોને અને પર્યાયોને વિષય કરનારો સાક્ષાત્કાર ‘કેવલજ્ઞાન’ કહેવાય છે.” વિવેચન – મુખ્યપણે સમસ્ત ધર્મોના પ્રકારવાળું હોયે છતે સમસ્ત ધર્માવિષયવાળું જ્ઞાન ‘કેવલજ્ઞાન’ છે. લક્ષણ – સમસ્ત ધર્મપ્રકારત્વ વિશિષ્ટ સમસ્ત ધર્મીવિષયક જ્ઞાનત્વ, એ કેવલજ્ઞાનનું લક્ષણ છે.
-
પદકૃત્ય – કેવલદર્શનમાં અતિવ્યાપ્તિના વારણ માટે સમસ્ત ધર્મપ્રકારકત્વરૂપ વિશેષણ કહેલ છે. પર્યાયવાદીએ (બૌદ્ધે) માનેલ પ્રતીત્ય સમુત્પાદરૂપ સંતાનવિષયક નિખિલ ધર્મપ્રકા૨ક જ્ઞાનમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘વિશેષ્ય’ મૂકેલ છે. ‘પ્રમેયવત્’-આવું જ્ઞાન, પ્રમેયત્વરૂપે નિખિલ ધર્મપ્રકા૨ક તે જ્ઞાનમાં અતિવ્યાપ્તિના વારણ માટે સામાન્ય ધર્માનવચ્છિન્નત્વરૂપ વિશેષણ નિખિલ ધર્મમાં દેવું.
સર્વજ્ઞત્વસિદ્ધિપ્રમાણ-ત્યાં આ અનુમાનપ્રમાણ છે કે-જ્ઞાનત્વ અત્યંત ઉત્કર્ષવાળા જ્ઞાનમાં રહેનાર છે, કેમ કે અત્યંત અપકર્ષવાળા જ્ઞાનમાં રહેનાર છે. જેમ કે-પરિમાણત્વ.
૦ આ અનુમાન અપ્રયોજક (વ્યાપ્તિ અગ્રાહક) નથી, કેમ કે-જ્ઞાનનું તારતમ્ય સર્વને અનુભવસિદ્ધ હોઈ, તેની વિશ્રાંતિ, ઉત્કર્ષ-અપકર્ષ સિવાય અસંભવિત છે.
શંકા — ઇન્દ્રિય આદિ આશ્રયવાળા જ્ઞાનમાં તરતમતા દેખાતી હોઈ, તે ઇન્દ્રિયાશ્રિત જ્ઞાનમાં જ અત્યંત પ્રકર્ષનો પ્રસંગ આવશે જ ને ?
સમાધાન
અતીન્દ્રિય એવા પણ મનોજન્ય જ્ઞાનમાં, શાસ્રના અર્થના અવધારણરૂપમાં શાસ્ત્રની ભાવનાપ્રકર્ષથી જન્ય શાસ્ત્રથી અતિક્રાન્તિ વિષયમાં, અતીન્દ્રિય વિષયવાળા સામર્થ્યયોગની પ્રવૃત્તિસાધનમાં, અધ્યાત્મ શાસ્ત્રપ્રસિદ્ધ પ્રાતિભનામક માનસજ્ઞાનમાં (અવધિજ્ઞાન આદિમાં) તરતમભાવનું દર્શન છે.
-
શંકા – તો પછી ભાવનાજન્ય પ્રાતિભજ્ઞાનની માફક ભાવના(મનો)જન્ય જ કેવલજ્ઞાન પ્રાપ્ત થશે જ. તથાચ અપ્રમાણ થશે જ ને ? જેમ કેસર્વદા કામિનીને મનમાં ભાવના૨ કામાતુરને વ્યવહિત કામિનીનો માનસ સાક્ષાત્કાર.
સમાધાન – માનસશાનના અપ્રામાણ્યમાં ભાવનાજન્યત્વરૂપ હેતુ અપ્રયોજક છે. અપ્રમાણના વિષયનો બાધ, એ જ પ્રયોજક (સાધક) છે. ભાવનાની અપેક્ષા વગરના પણ શુક્તિમાં રજત આદિના ભ્રમરૂપ