________________
६२४
तत्त्वन्यायविभाकरे
નારકીઓનું નિરૂપણ
ભાવાર્થ – “આલોકમાં રત્નપ્રભા આદિના ક્રમથી ઉત્કર્ષથી (૧) એક (૨) ત્રણ (૩) ૭ (૪) ૧૦ (૫) ૧૭ (૬) ૨૨ (૭) ૩૩ સાગરોપમના આયુષ્યવાળા, જઘન્યથી (૧) ૧૦ હજાર વર્ષના, (૨) ૧ (૩) ૩ (૪) ૭ (૫) ૧૦ (૬) ૧૭ (૭) ૨૨ સાગરોપમના આયુષ્યવાળા નારકીઓ હોય છે અને નિરંતર અશુભતર લેશ્યા-પરિણામ-શરીર-વેદના-વિક્રિયાવાળા, પરસ્પર ઉદીરિત દુઃખવાળા નારકીઓ હોય છે.”
વિવેચન - ૧ – આ કથિત સ્વરૂપવાળા અધોલોકમાં રત્નપ્રભા આદિ ક્રમથી એટલે રત્નપ્રભામાં (રત્નપ્રભા નામક પૃથિવીમાં આયામવિખંભથી નરકો, (૧) સંખ્યાત વિસ્તારવાળા અને (૨) અસંખ્યાત વિસ્તારવાળાએમ બે પ્રકારના છે. ત્યાં જે નારકો સંખ્યાત વિસ્તારવાળા છે, તેઓ આયામવિખંભથી સંખ્યાત-હજાર યોજનવાળા છે. સંખ્યાતા હજા૨ જોજનો પરિક્ષેપ(પરિધિ)થી કહેલ છે. જે અસંખ્યાત વિસ્તારવાળા છે, તે નારકો અસંખ્યાત હજાર જોજનોવાળાઓ આયામવિખંભથી છે. અસંખ્યયાત હજાર જોજનો પરિક્ષેપથી સમજવાં. આ પ્રમાણે છઠ્ઠી પૃથિવી સુધી જાણવું. સાતમી પૃથિવીમાં નરકો બે પ્રકારનાં છે. (૧) સંખ્યાત વિસ્તારવાળો એક છે અને તે અપ્રતિષ્ઠાન નામવાળો નરકેન્દ્રક જાણવો. (૨) અસંખ્યાત વિસ્તારવાળા ચાર નરકો છે, કે જે અસંખ્યાત વિસ્તારવાળા છે. તેઓ અસંખ્યાત લાખ (હજાર) જોજનવાળાઓ આયામવિખંભથી છે. અસંખ્યાત હજાર જોજનો પરિક્ષેપથી છે. અપ્રતિષ્ઠાન નામવાળો છે તે એક લાખ જોજનવાળો આયામવિખંભથી છે. ત્રણ લાખ જોજનો, સોળ હજાર બસોસત્તાવીશ જોજનો, ત્રણ કોશ એક સો અઠ્ઠાવીસ ધનુષ્ય-તેર અંગુલ અને અર્ધો અંગુલ કાંઈક વિશેષ અધિક પરિક્ષેપથી જાણવું.) ઉત્કૃષ્ટભાવથી પહેલી નારકીમાં એક સાગરોપમના આયુષ્યવાળાઓ, બીજી નારકી શર્કરાપ્રભામાં ત્રણ સાગરોપમના આયુષ્યવાળાઓ, ત્રીજી નારકીમાં સાત સાગરોપમના આયુષ્યવાળાઓ, ચોથી નારકીમાં દશ સાગરોપમના આયુષ્યવાળાઓ, પાંચમી નારકીમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળાઓ, છઠ્ઠી નારકીમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળાઓ અને સાતમી નારકીમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળાઓ નારકના જીવો નિવાસ કરે છે. શું આનાથી ન્યૂન આયુષ્યવાળાઓ નિવાસ કરતાં નથી ? આના જવાબમાં કહે છે કે‘કર્ષત:’ । પૂર્વોક્ત સ્થિતિ ઉત્કર્ષથી સમજવી.
શંકા આ પ્રમાણે ક્યાં, કેટલા ન્યૂન આયુષ્યવાળા નિવાસયોગ્ય છે ? આના જવાબમાં કહે છે કેજધન્યથી પહેલી નારકીમાં દશ હજાર વર્ષો, બીજી નારકીમાં એક સાગરોપમ, ત્રીજી નારકીમાં ત્રણ સાગરોપમો, ચોથી નારકીમાં સાત સાગરોપમો, પાંચમી નારકીમાં દસ સાગરોપમો, છઠ્ઠી નારકીમાં સત્તર સાગરોપમો અને સાતમી નારકીમાં બાવીશ સાગરોપમો, એમ નારકી જીવોની જઘન્ય સ્થિતિ છે.
-
નારકી જીવોના લેશ્યા આદિ દુઃખોને કહે છે કે-અનવરત અશુભતર લેશ્યા-પરિણામ-શરીર-વેદના અને વિક્રિયાવાળા નારકી જીવો હોય છે.
૦ નરકગતિ નરકપંચેન્દ્રિય જાતિમાં નિયમથી અશુભતર લેશ્યા આદિની સાથે સંબંધ હોય છે. નિમેષ માત્ર પણ કદાચિત્ શુભ લેશ્યા આદિનો સંભવ હોતો નથી. એમ સૂચન માટે અનવરત એવું લેશ્યા આદિનું વિશેષણ છે.