________________
द्वितीयो भाग / सूत्र - २१, द्वितीयः किरणे
६२५ ૦ કાપોત-નીલ-કૃષ્ણ, એમ ત્રણ જ તીવ્રતાના તારતમ્યથી નારકી જીવોને હોય છે, તો પણ ‘લેશ્યા' એવું સામાન્યથી વચન, નારકી જીવોને સમ્યકત્વની પ્રતિપત્તિ હોવાથી છ પણ લેયાઓ સંભવે છે, એમ સૂચવવા માટે કહેલું છે.
૦ ત્યાં પહેલીમાં તીવ્ર કાપોતલેશ્યા હોય છે, બીજીમાં તીવ્રતર કાપોતલેશ્યા હોય છે, ત્રીજીમાં તીવ્રતમ કાપોતલેશ્યા અને તીવ્ર નલલેક્ષા હોય છે, ચોથીમાં તીવ્રતર નલલેશ્યા હોય છે, પાંચમીમાં તીવ્રતમ નીલલેશ્યા અને તીવ્ર કૃષ્ણલેશ્યા હોય છે, છઠ્ઠીમાં તીવ્રતર કૃષ્ણલેશ્યા હોય છે અને સાતમીમાં તીવ્રતમ કૃષ્ણલેશ્યા જ હોય છે.
૦ અશુભતર, સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દ-સંસ્થાન-ભેદ-ગતિ-બંધ-અગુરુલઘુ નામવાળા દશ પુગલના પરિણામો હોય છે. તે પુદ્ગલપરિણામોથી યોગ પ્રમાણે સંતપ્ત નારકી જીવો જાણવા.
૦ અશુભતર દેહવાળા તે નારકીના શરીરોમાં અશુભનામકર્મના ઉદયથી સઘળા અંગ-ઉપાંગ આદિ અશુભ હોય છે, માટે નિયમથી હુંડશરીરો બીભત્સ લાગે છે. ખરેખર, તે નારકીઓને ભવધારણીય અને ઉત્તરવૈક્રિય-એમ બે પ્રકારના શરીરો હોય છે. જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણનું ભવધારણીયા (ઉત્પત્તિની અપેક્ષાએ) સર્વ નારકોમાં હોય છે. ઉત્કર્ષથી સાત ધનુષ્ય, ત્રણ હાથ અને છ આંગળનું શરીર પહેલી નારકીમાં છે. ઉલ્લેધ અંગુલની અપેક્ષાએ આ માન જાણવું અને નીચે નીચે બીજી પૃથિવીઓમાં દ્વિગુણ (બે ગુણી) વૃદ્ધિથી જાણવું. ઉત્તરવૈક્રિય તો પ્રથમ પૃથિવીમાં જઘન્યથી અંગુલના સંખ્યામાં ભાગના પ્રમાણવાળું અને બીજી પૃથિવીઓમાં તેમજ જાણવું. ઉત્કર્ષથી પંદર ધનુષ્ય અને અઢી હાથ પ્રથમ પૃથિવીમાં, આનાથી દ્વિગુણ (ડબલ) બીજી પૃથિવીમાં. આવું ત્યાં સુધી જાણવું કે-સાતમી પૃથિવીમાં હજાર ધનુષ્ય.
૦ અશુભતર વેદનાઓ નરકોમાં નીચે નીચે શીત-ઉષ્ણ આદિ જન્ય (ઠંડી-ગરમી-ભૂખ-તરસ-ખાજપરતંત્રતા-ભય-શોક-જરા-વ્યાધિરૂપ દશ પ્રકારની વેદનાઓ છે. તિર્યંચ-મનુષ્યભવમાંથી નરકોમાં ઉત્પન્ન થયેલા જીવો અંતર્મુહૂર્તમાં છિન્નપંખી સરખા શરીરો પેદા કરે છે, પર્યાપ્તિભાવને પામેલા, પરમાધામીઓએ કરેલા અતિ ભયાનક શબ્દોને સાંભળે છે. જેમ કે-“મારો ! છેદો ! ભેદો ! ઈત્યાદિ શબ્દો.” તેઓ ભયાનક શબ્દો સાંભળી ભયભ્રાન્ત લોચનવાળા, નષ્ટ અંતઃકરણવાળા અને નષ્ટ સંજ્ઞાવાળા “કયી દિશામાં અમે જઈએ ?” અથવા “ક્યાં આ દુઃખનું રક્ષણ થશે ?'-એમ ચાહે છે. ખેરના અંગારા સરખી, જવાળાની જયોતિમય ભૂમિમાં પ્રવેશ કરતાં વેંત જ બળતાં, કરુણ આક્રંદન કરે છે. ઈત્યાદિ રૂપથી વેદનાઓ જાણવી.) વિચિત્ર વેદનાઓ જાણવી.
૦ અશુભતર વિક્રિયાઓ નારકી જીવોને હોય છે. “શુભ અમે કરીશું'—આમ વિચારી અશુભતર જ વિદુર્વે છે. વળી દુઃખોથી અભિહત મનવાળા અને દુઃખના પ્રતિકારને કરવાની ઇચ્છાવાળાઓ મોટા દુઃખના હેતુઓને જ વિકર્ષે છે. (અવળા પાસા પડે છે.)
૦ આ નારકીઓને શીત-ઉષ્ણજનિત જ દુઃખ છે કે બીજા પ્રકારે પણ દુઃખ છે? આના જવાબમાં કહે છે કે-ભવરૂપી નિમિત્તથી જન્ય વિભંગણાનવાળા હોવાથી મિથ્યાષ્ટિઓ દૂરથી જ દુઃખના હેતુઓને જાણી ઉત્પન્ન દુઃખવાળાઓ અને નજીકમાં પરસ્પર જોવાથી ક્રોધરૂપી અગ્નિથી સળગતા અભિઘાત આદિથી