________________
५७६
तत्त्वन्यायविभाकरे
વિવેચન – શ્રત એટલે આગમથી સ્થવિર-વૃદ્ધ-શ્રુતસ્થવિર, ત્રીજા અને ચોથા અંગને ધારણ કરનાર સાધુ. તેની પરંપરાનો અનુગામી ‘ગણ' કહેવાય છે. “શ્રુત” એવા વિશેષણથી વયથી કે પર્યાયથી વૃદ્ધનું ગ્રહણ નથી. સીત્તેર આદિ વર્ષના આયુષ્યવાળો “વયસ્થવિર' કહેવાય છે. જે દીક્ષિતના વીસ આદિ વર્ષો ગયેલા છે, તે “પર્યાયસ્થવિર' કહેવાય છે. પદની અપેક્ષાએ સ્થવિર તો પ્રવર્તિત વ્યાપારવાળા સંયમયોગોમાં સીદાતા સાધુઓને જ્ઞાન આદિમાં પરલોકના, આલોકના અપાયના દર્શનથી સ્થિર કરનાર, અથવા કુલનો સમુદાય તે ગણ. જેમ કે-કૌટિક આદિ. કુલને કહે છે કે-એક જાતિવાળા ઘણા ગચ્છોનો સમૂહ, એ “કુલ.” જેમ કે-ચાંદ્રકુલ આદિ.
૦ સુવિહિત મુનિસમુદાયરૂપ એક આચાર્યથી રચેલ ગચ્છ કહેવાય છે. જઘન્યથી ત્રણ સાધુઓના સમુદાયરૂપ છે. ચાર-પાંચ આદિ સાધુઓની સંખ્યાવાળા મધ્યમ ગચ્છો કહેવાય છે. એક ગચ્છમાં બત્રીશ હજાર સાધુઓની ઉત્કૃષ્ટ સંખ્યા. જેમ શ્રી ઋષભદેવસ્વામિના પ્રથમ ગણધરભગવાન શ્રી ઋષભસેનની બત્રીસ હજાર સાધુઓની સંખ્યા ઉત્કૃષ્ટ જાણવી.
૦ અશુભ ફળને આપનાર હોઈ, અસદ્ આચારવાળા ગચ્છમાં સંવાસના પરિહારપૂર્વક પરમ શુભ ફળને આપનાર હોઈ આલોક-પરલોકના હિત માટે સઆચરણવાળા ગચ્છમાં સંવાસ કરવો જોઈએ. ખરેખર, શોભનગચ્છમાં વસનારાઓને મોટી કર્મનિર્જરા થાય છે. સારણા-વારણા-પ્રેરણા આદિથી દોષની પ્રાપ્તિનો અભાવ થવાથી, ભૂલાઈ ગયેલા ક્વચિતું કર્તવ્યમાં “આપે આ કર્યું નથી,'-આ પ્રમાણેની “સા(સ્મા)રણા' કહેવાય છે. અકર્તવ્યોનો નિષેધ “વારણા' કહેવાય છે. સંયમના યોગોમાં અલના પામેલાને આ આપ જેવાઓને અયુક્ત છે. ઇત્યાદિ સ્વરવાળા મધુર વચનોથી પ્રેરણા કરવી, એ “ચોદના' કહેવાય છે. છ જવનિકાયોની બાધા, મરણાન્તમાં પણ જે ગચ્છમાં કરવા-કરાવવા-અનુમોદવારૂપ ત્રણ કરણોથી મુનિઓથી કરાતી નથી, તે શોભનગચ્છ “ગચ્છ' કહેવાય છે.
अथ संघमाह - ज्ञानदर्शनचरणगुणवान् श्रमणादिः सङ्घः ॥ ३१ ॥
ज्ञानदर्शनेति । गुणरत्नपात्रभूतसत्त्वसमूहः सङ्घः कोऽयं समूहः तादृश इत्यत्राह श्रमणादिरिति, आदिना श्रमणीश्रावकश्राविकानां ग्रहणम् । श्राम्यन्ति तपस्यन्तीति श्रमणाः । श्रृण्वन्ति जिनवचनमिति श्रावकाः । तीर्थङ्करवन्दनीयं सङ्घ ज्ञानादिगुणरूपं न तिरस्कुर्यात् सङ्घाबहिष्करणभयेन श्रुतकेवलिनापि सङ्घो मानितः तस्मात्सङ्घः पूज्य इति ॥
१. श्रावकत्वं न श्रवणमात्रनिबन्धनं, तथा च सति श्रोत्रेन्द्रियलब्धिमतां सर्वेषां श्रावकत्वं स्यादित्यत्रोक्तं जिनवचनमिति, जिनवचनमाप्तागमो न पुनरनाप्तागमः तस्याप्रमाणत्वेन परलोकहितत्वासम्भवाच्छ्रवणवैयर्थ्यांपत्तेः, तत्रापि साक्षात्परलोकहितं ग्राह्यं, तेन ज्योतिषप्राभृतिकादेरभिप्रायविशेषण परलोकहितत्वेऽपि न क्षतिः, श्रवणमपि न प्रत्यनीकादिभावेन, तेन तथा श्रृण्वतां न श्रावकत्वप्रसङ्गः । उपयोगपूर्वकमित्यपि विवक्षणीयम्, तेनानुपयोगेन श्रृण्वतो व्यवच्छेदः । इदश्च श्रावकत्वमत्युत्कटज्ञानावरणमिथ्यात्वादिविनाशाल्लभ्यत ત્તિ છે.