________________
तृतीयो भाग / सूत्र - ३१-३२, प्रथमः किरणे
५७७
સંઘનું સ્વરૂપ ભાવાર્થ – “જ્ઞાન-દર્શન-ચારિત્રગુણવાળો શ્રમણાદિ “સ” કહેવાય છે.” વિવેચન – ગુણરૂપી રત્નોના પાત્રભૂત પ્રાણિસમૂહ સંઘ છે, તો તેવો આ સમૂહ કયો છે? આના જવાબમાં કહે છે કે- ‘શ્રમઃિ ' આદિપદથી સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓનું ગ્રહણ છે. તપસ્વીઓ શ્રમણ કહેવાય છે. જિનવચનને શ્રવણ કરનારા શ્રાવકો કહેવાય છે. (શ્રાવકપણું શ્રવણ માત્ર કારણથી જન્ય નથી. આમ હોયે છતે, જો શ્રવણ કરનાર માત્ર શ્રાવક કહેવાય, તો શ્રોત્રેન્દ્રિય લબ્ધિવાળા સઘળા જીવોમાં શ્રાવકપણાનો પ્રસંગ થઈ જાય ! માટે અહીં કહેલું છે જિનવાણીને શ્રવણ કરનાર “શ્રાવક' કહેવાય. જિનવચન એટલે આપ્ત આગમ, પરંતુ અનાપ્ત આગમ નહિ; કેમ કે-અનાપ્તાગમનું અપ્રમાણપણું હોઈ પરલોકહિતકારીપણાનો અસંભવ હોવાથી શ્રવણની વ્યર્થતાની આપત્તિ છે. ત્યાં પણ સાક્ષાત્ પરલોકહિતકારી લેવું. તેથી જ્યોતિષ-પ્રાભૃતિક આદિમાં અભિપ્રાયવિશેષથી પરલોકહિતપણું છતાં ક્ષતિ નથી. શ્રવણ પણ પ્રત્યનિક આદિ ભાવથી નહિ, તેથી તે પ્રકારે સાંભળનારાઓને શ્રાવકપણાનો પ્રસંગ નથી. ઉપયોગપૂર્વકની વિવક્ષા કરવી, તેથી અનુપયોગથી સાંભળનારનો વ્યવચ્છેદ છે અને આ શ્રાવકપણું અતિ ઉત્કટ જ્ઞાનાવરણ, મિથ્યાત્વ આદિના વિનાશથી પ્રાપ્ત થાય છે.) તીર્થંકરથી વંદનીય, જ્ઞાનાદિ ગુણરૂપ સંઘનો તિરસ્કાર નહિ કરવો જોઈએ. સંઘથી બહિષ્કારના ભયથી શ્રુતકેવલીએ પણ સંઘ માનેલો છે, તેથી શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ પૂજ્ય જ છે.
अथ साधुस्वरूपमाचष्टे - ज्ञानादिपौरुषेयशक्तिभिर्मोक्षसाधकः साधुः ॥ ३२ ॥
ज्ञानादीति । ज्ञानदर्शनचारित्रक्रियोपेतो मोक्षमार्गव्यवस्थितस्साधुरित्यर्थः, शास्त्रोक्तगुणी साधुर्न शेषास्तद्गुणरहितत्वात् व्यतिरेकतस्सुवर्णवत् सुवर्ण हि विषघाति रसायनं वयस्स्तम्भनं मङ्गलप्रयोजकं कटकादियोग्यतया प्रदक्षिणावर्त्तमग्नितप्तं प्रकृत्या गुरु सारतयाऽदाह्यं सारतयैवाकुथनीयमित्यसाधारणाष्टगुणविशिष्टं तथैव साधुरपि मोहविषघातकः केषांचिद् वैद्योपदेशाद्रसायनं भवति, अत एव परिणतान्मुख्यं गुणतश्च मङ्गलार्थं करोति प्रकृत्या विनीतः सर्वत्र मार्गानुसारिप्रदक्षिणावर्त्तता गम्भीरश्चेतसा गुरुः क्रोधाग्निनाऽदाह्यस्सदोचितेन शीलभावेनाकुथनीयश्च भवति तथा च यथा निखिलगुणयुक्तमेव सुवर्णं तात्त्विकं, न तु नामरूपमात्रेण गुणेन युक्तं, तथैव शास्त्रोदितमूलगुणैरेव साधुर्भवति, न पुनर्गुणरहितस्सन् यो મિક્ષામતિ સ રૂતિ ..
સાધુસ્વરૂપનું વર્ણન ભાવાર્થ – “જ્ઞાન આદિ પૌરુષેય (આત્મીય) શક્તિઓથી મોક્ષસાધક “સાધુ કહેવાય છે.”