________________
૨૦
तत्त्वन्यायविभाकरे
વગરના અકસ્માત “આજે મારા ઉપર રાજાનો પ્રસાદ થશે' ઇત્યાદિ આકારે સ્પષ્ટ અનુભવજ્ઞાન કહેવાય છે.) પ્રાતિજ પ્રત્યક્ષોનો અને આર્ષ સંવેદનોનો ઉદ્ભવ થાય છે.
શંકા –આકાશમાં રૂપનો અભાવ હોવાથી જ્ઞાનની કેમ ઉત્પત્તિ થાય?
સમાધાન રૂપના પ્રત્યક્ષની અનુપપત્તિનો પ્રસંગ આવશે જ, કેમ કે-તે રૂપમાં રૂપ નથી, અર્થાત ગુણમાં ગુણ નથી હોતો, માટે રૂપમાં રૂપ નહીં હોવાથી રૂપનું પ્રત્યક્ષ કેમ થશે ? કોઈ કાળે રૂપનું પ્રત્યક્ષ નહીં થાય! એવો દોષ આવશે જ.
શંકા – તે રૂપના આધારભૂત દ્રવ્યમાં બીજું રૂપ છે, એમ માનવાથી રૂપના પ્રત્યક્ષની અનુપપત્તિ નહીં જ આવે ને?
સમાધાન – આપ લોકોએ (નૈયાયિકોએ) વ્યાપ્યવૃત્તિ-વાવ દ્રવ્યભાવિ (જયારે ઘટનું પ્રત્યક્ષ કરવાનું હોય, ત્યારે વિષયથી ભિન્ન રૂપ કારણરૂપે અપેક્ષિત છે. તેવી રીતે રૂપનું જયારે પ્રત્યક્ષ કરવાનું હોય, ત્યારે વિષયથી ભિન્ન રૂપની અપેક્ષા રહે છે. અને તેવી રીતે ઘટમાં રૂપના પ્રત્યક્ષમાં બીજા રૂપની સત્તાનો સ્વીકાર આપ લોકોથી કરી શકાશે નહીં : કેમ કે એક દ્રવ્યમાં સજાતીય વ્યાપ્યવૃત્તિ બે ગુણોનો અસ્વીકાર હોઈ, સ્વીકારમાં તમારા સિદ્ધાંતના વ્યાઘાતરૂપ દોષ છે. તે નૈયાયિકોએ અવ્યાખવૃત્તિ સંયોગદ્વય આદિનો સ્વીકાર કરેલ હોઈ “વ્યાખવૃત્તિ” એમ કહ્યું છે. વ્યાપ્યવૃત્તિ એટલે પોતાના ગુણ આદિના) અધિકરણમાં પોતાનો અભાવ નહીં. સ્વવૃત્તિત્વ માત્ર. ખરેખર, રૂપના આધારમાં રૂપનો અભાવ નથી. ઘટમાં વ્યાપ્યવૃત્તિ રૂપરસનો સ્વીકાર હોવાથી “સજાતીય' એમ કહેલ છે. અને સાજાત્ય, ગુણત્વવ્યાપ્ય (રૂપસ્વાદિ) જાતિની અપેક્ષાએ છે. તથાચ રૂપ-રસમાં તેવી રીતે સાજાત્યના અભાવથી ક્ષતિ નથી.) સજાતીય બે ગુણોનો અસ્વીકાર હોવાથી રૂપના આધારમાં બીજું રૂપ નથી સંભવતું, માટે અનુપપત્તિ ઉભી જ છે.
શંકા – અવયવમાં રહેલું રૂપ, અવયવી (દ્રવ્ય) ગત રૂપની ઉપલબ્ધિમાં સહકારી) કારણ છે જ, માટે અનુપપત્તિ કેવી રીતે?
સમાધાન – ત્રણ અણુવાળા અવયવિ દ્રવ્યમાં રહેલ રૂપના પ્રત્યક્ષની અનુપપત્તિ છે. કેમ કે બે . અણુવાળા રૂપના ઉપલંભનો અભાવ હોઈ કિશુકગત રૂપમાં સહકારી-કારણપણાનો અભાવ છે.
લક્ષણનું પદકૃત્ય - “નિર્ણય—એમ માત્ર કહેવામાં (નિર્ણયત્વ એટલે નિશ્ચયત્વ અથવા સંશયભિન્ન જ્ઞાનત્વ બૌદ્ધોએ સ્વીકારેલ પ્રકારતા આદિ રહિત નિર્વિકલ્પકમાં વર્તે છે. માટે અતિવ્યાપ્તિના વારણ માટે યથાર્થ નિર્ણય– કહેલ છે. તથાચ પ્રકારતા આદિ વિશિષ્ટ નિર્ણયત્વ નિપ્રકારક નિર્વિકલ્પકમાં નથી, એવો ભાવ છે.) બૌદ્ધોએ પ્રમાણરૂપે કહેલ નિર્વિકલ્પક પ્રત્યક્ષમાં પ્રમાણતાની આપત્તિ જાય ! માટે યથાર્થ નિર્ણય– એમ લક્ષણ કરેલ છે. અર્થનિર્ણયત્વરૂપ માત્ર લક્ષણના (જો કે અર્થનિર્ણયત્વ માત્રના કથનમાં પણ તે પૂર્વોક્ત અતિવ્યાપ્તિના વારણનો સંભવ હોવાથી “યથા” એવું પદ નિરર્થક છે. આવી શંકા કરીને કહે છે કે-“અર્થનિર્ણયત્વ માત્રના કથનમાં તથાચ જે વસ્તુ જે પ્રકારથી વર્તે છે, તે જ પ્રકારથી તે વસ્તુનો નિર્ણય યથાર્થ નિર્ણય કહેવાય છે. તેથી ન્યૂન પ્રકારવાળામાં કે વિપરીત પ્રકારવાળામાં પ્રમાણપણું નથી.) કહેવામાં વિપર્યય-અનધ્યવસાય આદિમાં અતિવ્યાપ્ત હોઈ, તે અતિવ્યાપ્તિના વારણ માટે “યથાર્થ નિર્ણયત્વ' કહેલ છે. એથી જ અનંત ધર્માત્મક વસ્તુમાં રહેલ એક ધર્મવિષયક (નય) જ્ઞાનનો વ્યવચ્છેદક જાણવો, કેમ કે