________________
द्वितीयो भाग / सूत्र - ३, प्रथम किरणे
૧૨
વિવેચન – યથાર્થેતિ । અહીં અર્થપદથી જ્ઞાન અને ઘટ આદિ વિષય-એમ બે પદાર્થો વિવક્ષિત છે. યથાવસ્થિતપણાએ જેનાથી અર્થનો નિર્ણય થાય, એવો ‘યથાર્થ નિર્ણય’નો અર્થ છે. ‘યથાસ્થિત સ્વ-પરરૂપ અર્થ પરિચ્છેદક (નિશ્રાયક) જ્ઞાન'એ પ્રમાણે અર્થ સમજવો. યથાસ્થિત અર્થ પરિચ્છેદક જ્ઞાનપણું, એ પ્રમાણનું લક્ષણ છે અને લક્ષ્ય પ્રમાણ છે. જો કે પ્રમાણ શબ્દની સર્વકા૨કોથી (કર્તા-કર્મ-કરણ-સંપ્રદાનઅપાદાન-અધિકરણરૂપ છે મુખ્ય ક્રિયા સંબંધી કારકો-શાતા-શેય-જ્ઞાન-જ્ઞાનફલ-જ્ઞાનહેતુ-જ્ઞાનાધારરૂપ છ કારકોથી) અને ભાવથી વ્યુત્પત્તિ થાય છે. તે વ્યુત્પત્તિથી ક્રમથી આત્મા-અર્થ-જ્ઞાન-અર્થક્રિયા-કારણસમૂહક્ષયોપશમ ક્રિયારૂપ અર્થો પ્રમાણ શબ્દથી વાચ્ય થાય છે, તો પણ અહીં પરીક્ષામાં સમર્થ હોઈ પ્રમાણરૂપે જ્ઞાનનો જ અધિકાર છે, કેમ કે—૫૨પદાર્થની પરીક્ષા જ્ઞાનપૂર્વક છે.
૦જે જ્ઞાનદ્વા૨ા અર્થનો પરિચ્છેદ કરી અર્થક્રિયામાં સમર્થ પદાર્થની ઇચ્છાથી પ્રમાતાઓ પ્રવર્તે છે, તે જ જ્ઞાન દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્માની સાથે અભિન્ન છતાં (ધર્મી રૂપે) જેનાથી પ્રમાવિષય કરાય છે. એવી વ્યુત્પત્તિથી પર્યાયાર્થિકનયની અપેક્ષાએ આત્માથી ભિન્નરૂપે (ધર્મરૂપે) પ્રમાણ (સમ્યજ્ઞાન) કહેવાય છે.
૦ વિપ્રત્તિપન્ન (વિરોધી) તીર્થાન્તરીય લોકો પ્રત્યે પ્રમાણને ઉદ્દેશી લક્ષણ વિધેય છે. (ઉદ્દેશ્ય પ્રકારાતાર્થે જણાતું નથી.) અહીં પ્રમાણ ઉદ્દેશ્ય (અનુવાદ્ય) છે અને લક્ષણ વિધેય છે, કેમ કે–અમોને અને તમોને પ્રમાણરૂપે જે પ્રસિદ્ધ છે, તે યથાવસ્થિતાર્થ પરિચ્છેદક જ્ઞાન છે.
૦ જ્યારે અવ્યુત્પન્ન મતિવાળાઓ પ્રત્યે લક્ષણ છે, ત્યારે પ્રત્યેક પ્રાણીઓમાં જે કોઈ યથાર્થ નિર્ણય પ્રસિદ્ધ હોઈ, જે આ યથાર્થ નિર્ણય પ્રસિદ્ધ છે તે પ્રમાણરૂપ છે, એમ જાણવું જોઈએ. માટે પ્રમાણ (જે અપ્રાપ્ત છે તે) વિધેય જાણવું.
૦ અવ્યુત્પન્ન મતિસંપન્ન પ્રત્યે લક્ષ અનુવાદ્ય છે અને પ્રમાણ વિધેય છે.
૦ પ્રમાણ અને પ્રમેયનો અપલાપ કરનારાઓ પ્રત્યે લક્ષણ અને પ્રમાણ બંને (અપ્રાપ્ત છે માટે) વિધેય છે.
૦ જૈનદર્શન શ્રદ્ધાસંપન્નો પ્રત્યે બંને (જે પ્રાપ્ત છે માટે) અનુવાદ્ય છે. આ પ્રમાણે જ સર્વત્ર લક્ષ્યલક્ષણભાવ જાણવો.
૦ યથાવસ્થિત સ્વાર્થ પરિચ્છેદમાં જ્ઞાન જ સાધકતમ છે પરંતુ સંનિકર્ષ આદિ નહીં; કેમ કે—જે જ્યાં પ્રમાતાવડે વ્યાપારના વિષયભૂત પદાર્થ હોયે છતે અવશ્ય કાર્યની ઉત્પત્તિ થાય છે, પ્રમાતાના વ્યાપારના અભાવમાં કાર્યની ઉત્પત્તિ થતી નથી. માટે ત્યાં તો વ્યાપારવાળું સાધન સાધકતમ (અવ્યવહિત ફલજનક કા૨ણ કરણ) કહેવાય છે.
૦ જેમ કે-છેદન પ્રત્યે કુઠાર.
૦ તેવી રીતે સંનિકદિ પદાર્થ નિશ્ચય પ્રત્યે સાધકતમ નથી, કેમ કે—આકાશમાં ચક્ષુનો સંનિકર્ષ હોવા છતાં જ્ઞાનની ઉત્પત્તિ નથી. અરે, સંનિકર્ષના અભાવમાં પણ (ઇન્દ્રિય-લિંગ-શબ્દવ્યાપારની અપેક્ષા