________________
५०८
तत्त्वन्यायविभाकरे ज्ञानावरणकर्मसामान्यप्रतियोगिकक्षयाविर्भूतकेवलज्ञानवानपर इति द्विभेदो भाव्यः । समस्तपदार्थतत्त्वज्ञानशालिनः केवलिनस्स्वात्मनि तत्त्वनिर्णयेच्छाया जयेच्छाया वा सुतरामसम्भवेन परिशेषात् स्वात्मनि तत्त्वनिर्णिनीषुर्विजिगीषुश्च क्षायोपशमिकज्ञानवानेव भवतीत्याशयेनाह स्वात्मनीति, एवमेव क्षायोपशमिकज्ञानवानेव, वीतरागत्वेन केवलिनो जयेच्छाया अभावादिति માવ:
ઉદાહરણો ભાવાર્થ – “સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ” શિષ્ય-સબ્રહ્મચારી-મિત્ર વગેરે અને “પરત્ર તત્ત્વનિર્ણિનીષ ગુરુ આદિ છે. આ પરત્ર તત્ત્વનિર્ણિનીષ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી સમુત્પન્ન મતિ આદિ જ્ઞાનવાળો અથવા કેવલજ્ઞાનવાળો થાય છે. “સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ' તો ક્ષાયોપથમિક જ્ઞાનવાળો જ હોય છે. જિગીષ પણ આ પ્રમાણે જ.”
વિવેચન – શિક્ષણ માટે ઉપાધ્યાયનો ઉપાસક, ગ્રહણ અને ધારણામાં પટુ, હંમેશાં આજ્ઞાકારી અને સમ્યગુ વિનયનો પરિપાલક શિષ્ય' કહેવાય છે. સબ્રહ્મચારી એટલે સતર્થ્ય (એક ગુરૂવાળા કે સમાન વ્રતઆચારવાળા સાધર્મિક) અને સુદતું એટલે મિત્ર વગેરે. પરત્ર તત્ત્વનિર્ણિનીષને કહે છે કે- “નિતિ, ગુર્નાિિર'તિ, સમ્યજ્ઞાનક્રિયાયુક્ત, ધર્મશાસ્ત્રાર્થદેશક, ધર્મના જાણકાર, ધર્મના આચરનાર, હંમેશાં ધર્મપરાયણ અને પ્રાણિઓને ધર્મશાસ્ત્રાર્થદશક “ગુરુ” કહેવાય છે. આવા લક્ષણસંપન્ન ગુરુ આદિ પદથી સબ્રહ્મચારી-મિત્ર આદિનું ગ્રહણ છે. યથાક્રમ વાદી અને પ્રતિવાદી અહીં જાણવાં.
પરત્ર તત્ત્વનિર્ણિનીષના ભેદને કહે છે કે
૦ આ તત્ત્વનિર્મિનીષ જ્ઞાનાવરણીયકર્મવિશેષરૂપ પ્રતિયોગિવાળા (જેનો અભાવ, તે પ્રતિયોગિક કહેવાય છે.) ક્ષયોપશમથી પ્રગટ થયેલ વ્યસ્ત (પ્રત્યેક) કે સમસ્ત સમુદિત)માંથી કોઈ એક મતિ-શ્રુતઅવધિ-મન:પર્યાયરૂપ જ્ઞાનવાળો એક ‘તત્ત્વનિર્ણિનીષ.”
૦ જ્ઞાનાવરણકર્મ સામાન્ય(સકળ જ્ઞાનાવરણીય)રૂપ પ્રતિયોગિવાળા ક્ષયથી પ્રગટ થયેલ કેવલજ્ઞાનવાળો બીજો “તત્ત્વનિર્ણિનીષ એમ બે ભેદવાળો તત્ત્વનિર્ણિનીષુ વિચારવો
૦ સમસ્ત પદાર્થ તત્ત્વજ્ઞાનશાળી કેવલી, સ્વાત્મનિ તત્ત્વનિર્ણયેચ્છાનો અથવા જયેચ્છાનો સર્વથા અસંભવ હોવાથી, પરિશેષ (પારિશેપ્યથી) સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ અને વિજિગીષ ક્ષાયોપથમિક જ્ઞાનવાળો જ હોય છે. એવા આશયથી કહે છે કે-“સ્વાત્મની'તિ, પવમેવા આ પ્રમાણે જ એટલે ક્ષાયોપથમિક જ્ઞાનવાળો જ, કેમ કે વીતરાગપણું હોઈ કેવલીને જયની ઇચ્છાનો અભાવ છે.
नन्वेवं सत्यारम्भकः कतिविधस्सम्पन्न इत्यत्राह - तथा चारम्भको जिगीषुः, स्वात्मनि तत्त्वनिर्णिनीषुः क्षायोपशमिकज्ञानवान् केवली चेति चतुर्विधस्सम्पन्नः । एवं प्रत्यारम्भकोऽपि ॥८॥